ગાંધીનગર એલસીબી પોલીસે સે-11નાં રામકથા મેદાન પાસેથી મહેસાણાના છેડતી હત્યા અને રાયોટીંગ સહિતના ગુનામાં સંડોવાયેલા બે આરોપીઓને તમંચા અને પિસ્તોલ સાથે ઝડપી લીધા હતા જેમની પુછપરછમાં અન્ય ગુનાઓનો ભેદ ઉકેલવાની શક્યતા પણ જવાઇ રહી છે. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ગાંધીનગર જિલ્લામાં વિવિધ ગુનાઓમાં ફરાર આરોપીઓને પકડવા માટે પોલીસ દોડી રહી છે ત્યારે ગાંધીનગર પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી.
તે દરમિયાન બાતમી મળી હતી કે, સેક્ટર-6બીમાં રહેતો ગૌરવ રાજેશભાઇ વાઘેલા જે લાંઘણજ પોલીસ સ્ટેશનની હદમાં રાયોટીંગ વીધ આર્મ્સ એક્ટના ગુનામાં નાસ્તો ફરે છે અને હાલ તેના મિત્ર બ્રીજેશ ભરતભાઇ સોલંકી પાસે રામકથા મેદાન નજીક હાજર છે. જે બાતમીના આધારે પોલીસ ટીમે ગૌરવ વાઘેલા (રહે.સેકટર-6બી, પ્લોટ નં.596/2 અને બ્રીજેશ ભરતભાઇ સોલંકી (રહે.સેક્ટર-7બી, પ્લોટ નં.530/1ને ઝડપી લીધા હતા. જયારે ગૌરવ પાસેથી પોલીસને તમંચો જ્યારે બ્રીજેશ પાસેથી એક પિસ્તોલ અને એક કારતુશ મળી આવ્યા હતા.
આ હથિયાર ગૌરવે સાત મહિના અગાઉ ટિંટોડા ખાતે રહેતા અશોકજી નાથાજી ઠાકોરે યુપીના કોઇ મિત્ર પાસેથી 10 હજારમાં ખરીદ્યું હોવાનું કબુલ્યું હતું. તો બ્રીજેશે ઉત્તરપ્રદેશના રાજુ રાઠોડ પાસેથી 25 હજારમાં પિસ્તોલ ખરીદી હતી. આમ, પકડાયેલા બંને આરોપીઓ સામે અગાઉ પણ ગંભીર પ્રકારના ગુનાઓ નોંધાયેલા છે જેમની પુછપરછમાં અન્ય ગુનાઓનો ભેદ ઉકેલવાની શક્યતા પણ જોવાઇ રહી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500