ગાંધીનગરનાં પ્રાંતિયા ગામનાં યુવકને કોટામાં મેડિકલની તૈયારી કરતી મૂળ છત્તીસગઢની 17 વર્ષીય વિદ્યાર્થિની સાથે પ્રેમ થઈ ગયો હતો. જોકે 6 મહિના પહેલાં જ પરિચયમાં આવેલી સગીરાને પ્રેમિકા સમજવાની ભૂલ કર્યા પછી તેને મળવા યુવક 515 કિલોમીટર દૂર કોટા ગયો હતો, જ્યાં પ્રેમિકાએ ‘મારે બીજા યુવક સાથે સગાઈ નક્કી થઈ ગઈ છે’ કહેતાં જ યુવકે મગજ પરનું નિયંત્રણ ગુમાવી દીધું હતું અને પ્રેમિકાના ગળા પર છરાના ઘા ઝીંક્યા અને મોઢા ઉપર પથ્થર મારીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. ત્યારબાદ આરોપી બસમાં બેસી અમદાવાદ આવી ગયો હતો.
જયારે આ કેસમાં કોટા પોલીસે ગાંધીનગર એસ.ઓ.જી.ને સાથે રાખી હત્યારાને પકડી રાજસ્થાન લઈ ગઈ હતી. મળતી માહિતી મુજબ ગાંધીનગરનાં પ્રાંતિયા ગામમાં રહેતો 21 વર્ષીય કિશન વિનુજી ઠાકોરને કોટામાં આવેલી મેડિકલ કૉલેજમાં અભ્યાસ કરતી 17 વર્ષીય વિદ્યાર્થિની સાથે 6 મહિના પહેલાં ઇસ્ટાગ્રામ ઉપર સંપર્ક થયો હતો. ત્યારબાદ બંને સમયાંતરે ચેટિંગ કરતા હતા. જયારે કિશન ગત તા.4 જૂને વિદ્યાર્થિનીને મળવા રાજસ્થાનના કોટા ગયો હતો જ્યારે વિદ્યાર્થિની બીજા દિવસે 5 અને 6 જૂને યુવકને મળવા હોટેલ ગઈ હતી.
ત્યારબાદ બંને જવાહર સાગરના જંગલ તરફ ગયા હતા જ્યાં વિદ્યાર્થિનીએ અન્ય યુવક સાથે સગાઈ નક્કી થઈ ગયાની વાત કરી હતી. જેને પ્રેમિકા સમજતો હતો અને તેની પાસેથી આ વાત સાંભળતાં જ કિશનનું મગજ તપી ગયું અને ગાળ ઉપર છરાના ઘા માર્યા હતાં તદ્દઉપરાંત મોઢા ઉપર પથ્થર મારીને તેને મોતને ઘાટ ઉતારી દીધી હતી. જ્યારે કિશને ભાડાનું બાઇક લઈને નવાપુરાથી અમદાવાદની ટિકિટ મેળવીને વતન આવી ગયો હતો.
બનાવ બાદ હોસ્ટેલ સંચાલકે વિદ્યાર્થિની ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી અને પોલીસ તપાસમાં બીજા દિવસે મૃતદેહ મળ્યો હતો. જેની તપાસ કરતાં હત્યારા કિશને બાઇક ભાડે લેવા માટે આપેલા આધાર કાર્ડ અને લાઇસન્સના આધારે કોટા પોલીસ ગાંધીનગર પહોંચી હતી. જ્યાં એસ.ઓ.જી.ના પીઆઇ સચીન પવાર અને દેવેન્દ્રસિંહ રાવે તપાસ કરી હતી.
જયારે ગત તા.8 જૂને રાત્રે આરોપી કિશન ઠાકોરને મોટા ચિલોડા ખાતેથી ઝડપી લીધો હતો. કોટા પોલીસ આરોપીને લઈને રાજસ્થાન તરફ રવાના થઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે, આસપાસનાં સૂત્રો પાસેથી માહિતી મળી હતી કે આરોપી કિશન આખો દિવસ પબજી ગેમ રમતો હતો અને ખાનગી નોકરી કરતો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500