ગાંધીનગર ચિલોડા મોટા ગામમા રહેતા આધેડનાં ઘરમાંથી આશરે દોઢ કીલો ગાંજો પકડાયો હતો. જોકે ઘરમા નાનુ મંદિર બનાવી સાધુનો વેશ ધારણ કરી નશાનો કારોબાર ચલાવતો હતો. જેની માહિતી ગાંધીનગર એસઓજીને મળતા ટીમે દરોડો પાડીને ગાંજો વેચતા સાધુ સહિત મુદ્દામાલ ઝડપી લીધો હતો.
બનાવની વિગત એવી છે કે, ચિલોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બુધવારે ગાંધીનગર સ્પેશ્યલ ઓપરેશન ગૃપનાં PIને બાતમી મળી હતી કે, મોટા ચિલોડા ગામમાં રહેતો એક 55 વર્ષિય આધેડ ડાહ્યાભાઇ રામાભાઇ રાવળ ઘરેથી જ ગાંજાનુ વેચાણ કરી રહ્યો છે. જે બાતમીનાં આધારે ચિલોડામાં ઘરે પહોંચી હતી અને ઘરમાં જઇને તપાસ કરતા એક ખૂણામા પડેલી પ્લાસ્ટીકની થેલીમાંથી ગાંજો મળી આવ્યો હતો.
જેનુ વજન કરતા આશરે 1400 ગ્રામ ગાંજો કિંમત 14520 મળી આવ્યો હતો. આમ, પોલીસે આરોપી પાસે મોબાઇલ સહિત 20,520/-ની કિંમતનો ગાંજો સહિતનો મુદ્દામાલ જપ્ત કરી તપાસ હાથ ધરી હતી. જયારે ગાંજો અમદાવાદનાં શખ્સ પાસેથી 3 મહિનાથી મંગાવતો હતો અને ઘરે આવતા ગ્રાહકો સાથે છુટક વેપાર કરતો હતો જેથી ગાંજો વેચતા આધેડને એસઓજીએ પકડી તપાસ કરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500