Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Arrest : કારમાંથી વિદેશી દારૂનાં જથ્થા સાથે ચાલક ઝડપાયો

  • November 15, 2022 

ગાંધીનગર જિલ્લામાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત થતાની સાથે જ પોલીસ દ્વારા દેશી વિદેશી દારૂની હેરાફેરી ઉપર નજર રાખવામાં આવી રહી છે ત્યારે પોલીસે માધવગઢની સીમમાંથી ફિલ્મી ઢબે પીછો કરીને વિદેશી દારૂ ભરેલી કાર ઝડપી લીધી હતી અને ચાલકને પકડયો હતો, જ્યારે એક શખ્સ ભાગી જવામાં સફળ થતાં પોલીસે કાર્યવાહી કરવામાં આવી હતી. મળતી માહિતી અનુસાર, ચિલોડા પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી. તે સમયે બાતમી મળી હતી કે, હિંમતનગર તરફથી આવતી કારમાં વિદેશી દારૂનો જથ્થો ભરેલો છે.



જે બાતમીને પગલે કારને ઉભી રહેવા ઇશારો કરતા ચાલકે માધવગઢ તરફ કાર હંકારી દિધી હતી અને પોલીસે તેનો પીછો કરતા કારમાં સવાર એક શખ્સ નાશી છૂટયો હતો. જ્યારે ચાલક સાથે કાર પકડી લીધી હતી જેમાં તપાસ કરતા વિદેશી દારૂની નાની-મોટી 1868 જેટલી બોટલ મળી આવી હતી. જોકે કારનાં ચાલક રાજસ્થાન ઉદેયપુરનાં વિજય કાના ખરાડીને ઝડપી લેવાયો હતો. જ્યારે ફરાર થઇ ગયેલો શખ્સ ખેરવાડાનો સતિષ હોવાનું બહાર આવ્યું હતું. જોકે કારમાં નંબરપ્લેટ પણ ખોટી લગાડવામાં આવી હતી. બનાવ અંગે પોલીસે રૂપિયા 7.51 લાખનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application