ગાંધીનગરનાં ચિલોડા પોલીસની ટીમે ચંદ્રાલા પાસે કારનો પીછો કરીને માધવગઢથી ઝડપી લીધી હતી અને તેમાં સવાર ઇડરનાં શખ્સને ઝડપી લઇ રૂપિયા 3.14 લાખનો મુદ્દામાલ ઝડપી લીધો હતો. આ દારૂ પ્રાંતિયાના શખ્સે મંગાવ્યો હોવાનું ખુલતા તેની સામે પણ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. મળતી માહિતી અનુસાર, ચંદ્રાલા પાસે ચિલોડા પોલીસની ટીમ વાહન ચેકીંગ કરી રહી હતી. તે દરમિયાન બાતમી મળી હતી કે, હિંતમનગર તરફથી આવી રહેલી એક કારમાં દારૂ અને બિયરનો જથ્થો ભરેલો છે જે બાતમીને પગલે પોલીસની ટીમે વોચ ગોઠવી હતી અને કાર આવતા તેને ઉભી રહેવા ઇશારો કર્યો હતો.
જોકે કાર ચાલકે માધવગઢ તરફ કાર હંકારી દીધી હતી અને પોલીસે તેનો પીછો કરીને ઝડપી લીધી હતી જેમાંથી દારૂની 78 બોટલ અને બિયરનાં 48 ટીન મળી આવ્યા હતા. કારનાં ચાલક ઇડરનાં નવા માથાસુર ગામનાં પ્રવિણ વેરસીભાઇ ઓડને ઝડપી લેવામાં આવ્યો હતો. આ દારૂનો જથ્થો પ્રાંતિયા ગામે ભૌમિક ઉર્ફે ચીન્ટુ નરેન્દ્રભાઇ પટેલને આપવાનું હોવાનું બહાર આવ્યું હતું. બનાવ અંગે પોલીસે ગુનો નોંધી રૂપિયા 3.14 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application