અમદાવાદનાં નારોલમાં કર્ણાવતી પોલીસ ચોકી ખાતે મારામારીની અરજી થઈ હતી. જેમાં અરજદારને લોકઅપમાં નહીં રાખવા તથા બારોબાર કોર્ટમાં રજૂ કરવા માટે સૌ પ્રથમ પોલીસ કોન્સ્ટેબલ નિર્મલસિંહ પરમારે 20 હજાર રૂપિયાની લાંચ માંગી હતી. ત્યારબાદ લાંબી રકજકના અંતે 4 હજારની માંગ કરી હતી. આ લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ના હોય તેથી તેમણે એસીબીનો સંપર્ક કર્યો હતો. જેથી A.C.B.એ લાંચનું છટકું ગોઠવીને આરોપી પોલીસ કોન્સ્ટેબલ નિર્મલસિંહ પરમારને ફરિયાદી સાથે રૂબરૂ વાતચીત કરીને ચાર હજારની લાંત લેતા રંગેહાથ પકડી લીધો હતો. આરોપીને એ.સી.બી.એ ડીટેન કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ACBએ નારોલમાં કર્ણાવતી પોલીસ ચોકીની અંદરથી જ લાંચિયા પોલીસ કોન્સ્ટેબલને ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application