ગાંધીનગર સેક્ટ-2માં આવેલ NRIનાં બંધ મકાનમાં બારીનો કાચ તોડીને ઘરમા પ્રવેશ કરી ચોરી કરવામા આવી હતી. ઘરની ચાવી તેના કુટુંબના સભ્યોને આપવામા આવી હતી. જયારે મકાન તરફ જોવા માટે જતા ઘરમાં પ્રવેશ કરતા સામાન વેરવિખેર જોવા મળતા ચોરી થયાનુ સામે આવ્યુ હતુ. જેમા વિદેશમાં રહેતા મકાન માલિક સાથે વાત કર્યા બાદ કબાટ માંથી 10 હજાર રોકડની ચોરી થઇ હોવાનુ સામે આવતા સેક્ટર-7નાં પોલીસ મથકમાં ચોરીની ફરિયાદ નોંધવામાં આવી હતી.
સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, નૈસર્ગીબેન નીલકુમાર ખત્રી (રહે.શુકનઆઇ. મૂળ રહે.હિંમતનગર) નાએ ફરિયાદ નોંધાવી હતી કે, તેમના મોટા બાપા મહેશભાઇ ભોગીલાલ દાનેચનુ સેક્ટર-2 ડી પ્લોટ નંબર 1005/2 મકાન આવેલુ છે.
જોકે ત્યારે ગત માર્ચ મહિનામાં મકાન બંધ કરીને અમેરીકા ગયા હતા અને ચાવી મોટા બાપને આપતા ગયા હતા જેથી ઘરે મોટા બાપા ઘરે આટો મારી હોય છે અને તેથી મકાન જોવા માટે તેઓ રાત્રે ગયા હતા તો દરવાજો ખોલીને અંદર જતા સામાન વેરવિખેર જોવા મળ્યો હતો. જ્યારે એક બારીનો કાચ તુટેલો જોવા મળ્યો હતો. જેથી અમે મકાન માલિક મહેશભાઇને વીડીયો કોલ કર્યો હતો અને તેમના જણાવ્યા મુજબ જગ્યાઓ બતાવી હતી.
જ્યાં બેડરૂમના કબાટમાં મુકેલા રોકડ રૂપિયા 10 હજારની ચોરી થઇ હતી જ્યારે કેટલાક ડોક્યુમેન્ટની પણ ચોરી થઇ હતી. બનાવ અંગે સેક્ટર 7 પોલીસ મથકમા ચોરીની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500