ગાંધીનગરનાં દહેગામ તાલુકાનાં દેવકરણનાં મુવાડા ગામે આવેલી એક કરિયાણાની દુકાનની બારીની ગ્રીલ તોડી તેમાં પ્રવેશી દુકાનમાં રખાયેલા રૂપિયા 1,42,800/-નાં તમાકુના 510 નંગ ડબ્બા તેમજ રૂપિયા 16000/-ની કિંમતની સિગારેટના 200 પેકેટ મળી કુલ રૂપિયા 1,58,800/-ની કિંમતનો મુદ્દામાલ ચોરી કરનાર સામે દુકાનદારે દહેગામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. મળતી માહિતી અનુસાર, દેવકરણનાં મુવાડા ખાતે સરકારી દવાખાનાની સામે આવેલી રામ ભરોસે કિરાણા સ્ટોર નામની દુકાનની બારીની ગ્રીલ તોડી તસ્કરોએ પ્રવેશ કર્યો હતો.
જોકે તસ્કરોએ દુકાનમાંથી 138 માર્કાવાળા રૂપિયા 1,42,800/-ની કિંમતની તમાકુનાં 510 નંગ ડબ્બા તેમજ રૂપિયા 16,000/-ની કિંમતનાં સિગારેટનાં 200 પેકેટ મળી કુલ રૂપિયા 1,58,800/-ની કિંમતનાં મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. જોકે સવારે દુકાનદાર શંભુજી ચેલાજી યાદવે તેમની દુકાન ખોલતા તેમાંથી તમાકુના ડબ્બા અને સિગારેટની ચોરી થયેલાનું જણાતા તેમણે દહેગામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જોકે દેવકરણનાં મુવાડા જેવા નાનકડા ગામમાં આવેલી કરિયાણાની દુકાનમાંથી ચોરી થતાં ગામમાં ચકચાર મચી છે. દહેગામ પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે તસ્કરોને ઝડપી લેવા માટેની કામગીરી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500