ગાંધીનગરનાં એલસીબી પોલીસ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો પોલીસે દરોડો પાડી સ્થળ પરથી જુગાર રમતા 13 લોકોને ઝડપી લીધા હતા, જેમાં એક મહિલાનો પણ સમાવેશ થાય છે પોલીસે જુગારીઓ પાસેથી રોકડ રૂપિયા 1,96,800/- તથા એક કાર અને મોપેડ તેમજ મોબાઇલ વગેરે મળી કુલ રૂપિયા 4,14,800/- મુદ્દામાલ કબ્જે કરી જુગારીઓ સામે કાર્યવાહી હાથ ધરી હતી.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, ગાંધીનગર એલસીબી પોલીસનાં સ્ટાફનાં માણસો ખાનગી રાહે બાતમી મળી હતી કે, કલોલ તાલુકાનાં ખોરજાપરા ગામે કડી તાલુકાનાં વડાઈ ગામે રહેતો મંગાજી લાલાજી ઠાકોર તેના સાગરીતો સાથે મળીને જુગારધામ ચલાવી રહયો છે અને હાલમાં આ જુગારની પ્રવૃત્તિ ધમધમી રહી છે.
તેવી બાતમીનાં આધારે ગાંધીનગર એલસીબી પોલીસે દરોડો પાડયો હતો જે દરોડો પાડી અહીં જુગાર રમતા 13 લોકોને ઝડપી લીધા હતા જેમાં એક મહિલાનો પણ સમાવેશ થાય છે પોલીસે જુગારીઓ પાસેથી રોકડા રૂપિયા 1,96,800/- તથા 12 નંગ મોબાઇલ મોજ એક કાર અને એક મોપેડ મળી કુલ રૂપિયા 4,14,800/- મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. જોકે પોલીસે જુગારીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500