Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

અજાણ્યા કાર અડફેટે આવતાં રાહદારી યુવાનનું મોત, પોલીસ તપાસ શરૂ

  • December 07, 2022 

ગાંધીનગર શહેર નજીક આવેલા રીંગ રોડ ઉપરનાં રણાસણ સર્કલ પાસે ચાલતા જઇ રહેલા રાહદારીને અડફેટે લઇને કોઇ અજાણ્યો વાહન ચાલક ફરાર થઇ ગયો હતો. જોકે ગંભીર રીતે ઘવાયેલા યુવાનને સારવાર માટે અમદાવાદ સિવિલ લઇ જવામાં આવ્યો હતો જ્યાં તેનું મોત નીપજ્યું હતું. મળતી માહિતી અનુસાર, રીંગરોડ ઉપર રણાસણ સર્કલ પાસે રાત્રીએ ચાલતા જઇ રહેલા અજાણ્યા યુવાનને અડફેટે લઇને કારનો ચાલક ફરાર થઇ ગયો હતો.




જેના પગલે આસપાસનાં લોકો ત્યાં દોડી આવ્યા હતા અને 108ની મદદથી યુવાનને તાત્કાલિક સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો. જોકે સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. આ ઘટના અંગે ડભોડા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ ટીમ સિવિલ હોસ્પિટલ પહોંચી હતી અને આ આજાણ્યા યુવાનની ઓળખ માટે તપાસ આદરી હતી. જયારે બીજીબાજુ ફરાર થઇ ગયેલા અજાણ્યા કાર ચાલક સામે ગુનો દાખલ કરીને શોધખોળ માટેની મથામણ શરૂ કરવામાં આવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News