Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

JCBનાં ટાયર ચાર વર્ષનાં સુતેલા બાળક પરથી ફરી વળતા મોત

  • June 12, 2022 

કલોલ પાસે નાદાન ઓડ ગામે ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં નવી કંપનીનું બાંધકામનું કામ ચાલી રહ્યું હતું જેમાં કડિયા કામ કરવા માટે એક દંપતી તેમના બાળકો સાથે અહીં આવ્યું હતું અને આ બાળક રેતી ઉપર સૂઈ ગયું હતું. તે સમયે દંપતી JCBનાં ચાલકે તેનું જી.સી.બી. ચાલતા બાળકનાં ટાયર નીચે આવી ગયું હતું જેથી બાળકનું કમકમાટીભર્યું મોત નીપજયું હતું. બનાવ અંગે પોલીસે નોંધ કરી તપાસ હાથ ધરી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, દાહોદના વાદળિયા ગામમાં રહેતા રાકેશ માનસિંગભાઈ પરમાર તેની પત્ની પાયલબેન સાથે બાળકોને લઈને કડિયા કામ કરવા અર્થે કલોલ તાલુકાના ધાનોટ ગામે આવ્યા હતા.



જ્યાં શુભલક્ષ્મી એસ્ટેટમાં ટ્રેન્ડ પ્લાસ્ટ નામની નવી કંપનીનું બાંધકામનું ચાલી રહ્યું હતું જેમાં દંપતી કડિયા કામ કરતું હતું. જોકે આ દંપતી કામ કરીને બપોરનાં સમયે આરામ કરી રહ્યું હતું ત્યારે તેમનો ચાર વર્ષનો બાળક રાજવીર રેતી ઉપર સૂઈ ગયો હતો આ બાળક રેતીના ઢગલા ઉપર સૂઈ રહ્યો હતો તે સમયે ત્યાં કામ કરતું JCB નંબર જીજે/02/બીએસ/9936 ચાલકને બાળક રેતીનાં ઢગલા ઉપર સૂતું હતું તેવી ખબર ન હોવાથી તેણે જેસીબી હંકારી દીધું હતું અને JCBના ટાયર રેતીના ઢગલા ઉપર સૂઈ રહેલા ચાર વર્ષના રાજવીર ઉપર ફરી વળ્યા હતા ફૂલ.



જેવા બાળક ઉપર JCBના ટાયર ફરી વળતાં તેને મોઢાના ભાગે છાતીના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી જેથી તેને તુરંત સારવાર માટેની ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો જ્યાં ફરજ પરના ડોક્ટરે બાળકને મૃત ગયેલ જાહેર કર્યો હતો બાળકના મોતથી તેના પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડયો હતો. બનાવ અંગે પોલીસે રાકેશ પરમારની ફરિયાદના આધારે JCBના ચાલક સામે ગુનો દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application