Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Accident : ટ્રક અડફેટે આવતાં બાઈક ચાલકનું ગંભીર ઈજાને કારણે મોત

  • September 11, 2023 

ગાંધીનગર શહેર નજીક આવેલ ચિલોડા હિંમતનગર હાઇવે ઉપર છાલા પાસે બાઈક લઈને પસાર થઈ રહેલા ધોળાકુવાના યુવકને ટ્રકે અડફેટે લેતા ગંભીર ઇજાઓ પહોંચી હતી અને તેનું સ્થળ ઉપર જ મોત નિપજ્યું હતું. ઘટના અંગે ચિલોડા પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, મૂળ વિજાપુર તાલુકાના ગામનો રહેવાસી અને હાલ ધોળાકૂવામાં રહેતો યુવક વિશાલ મુકેશભાઈ ભરથરી તેની પત્નીને પિયર મુકવા માટે બાઈક ઉપર ભિલોડાના ગરાદર ગામે ગયો હતો. પત્નીને પિયર મૂકી તે બાઈક ઉપર પરત ધોળાકુવા માટે આવવા નીકળ્યો હતો.



તે દરમિયાન ચિલોડા હિંમતનગર હાઇવે ઉપર છાલા પાસેથી વિશાલ પસાર થઈ રહ્યો હતો. તે સમયે ટ્રક ચાલક અચાનક વળાંક લેવા જતા વિશાલના બાઈક સાથે અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં તેને શરીરે ગંભીર જાઓ પહોંચી હતી. અકસ્માત સર્જીને ટ્રકનો ચાલક ટ્રક રોડ ઉપર જ મૂકીને નાસી છૂટયો હતો. અકસ્માતની ઘટનાને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને આ મામલે ચિલોડા પોલીસને જાણ કરી હતી. જોકે શરીર ગંભીર ઇજાઓને કારણે વિશાલનું સ્થળ ઉપર જ મોત નિપજ્યું હતું. જેથી આ અકસ્માતની ઘટના અંગે તેના કાકા દિનેશભાઈ ભરથરીની ફરિયાદના આધારે ચિલોડા ટ્રક ચાલક સામે ગુનો દાખલ કરીને તેને પકડવા માટે મથામણ શરૂ કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application