ગાંધીનગરનાં ચિલોડા-દહેગામ હાઇવે પર અકસ્માતો વધી રહ્યા છે ત્યારે મગોડી પાસે ટ્રક અને બાઈક વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઇક સવાર મહિલાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતુ. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, ગાંધીનગર જિલ્લાનાં ચિલોડા-દહેગામ હાઇવે પર અવાર નવાર અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે જોકે ગતરોજ સાંજે 5 વાગ્યાનાં સુમારે વધુ એક અકસ્માતની ઘટના બની હતી. ચિલોડા-દહેગામ હાઇવે પર મગોડી પાસે ટ્રક અને બાઈક વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો.
જેમાં બાઇક સવાર મહિલાનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. ઘટના અંગે મળતી માહિતી પ્રમાણે દહેગામ તરફથી આવતા બાઈક આગળ મગોડી પાસે અચાનક ગાય વચ્ચે આવી જતા બાઇક ચાલકે કાબુ ગુમાવ્યો હતો. જેમાં બાઈક ચાલક રોડની સાઈડમાં નીચે પટકાયો હતો અને બાઈક સવાર મહિલા રોડ પર પડી ગઈ હતી. ત્યારે પાછળથી આવતા ટ્રકનું ટાયર મહિલા પર ફરી વળ્યુ હતું અને મહિલાનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજયું હતું તો બાઈક ચાલક બેભાન થઈ ગયો હતો. જેથી તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જયારે વધુમાં જાણવા મળ્યું હતું કે, બાઇક સવાર સંતરામપુર બાજુના હોવાનું જાણવા મળ્યુ હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application