Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કારની ટક્કરથી રાહદારીનું ગંભીર ઈજાને કારણે ઘટના સ્થળે મોત

  • June 18, 2022 

ગાંધીનગરનાં પેથાપુર મહુડી રોડ ઉપર આવેલી ગોએન્કા હોસ્પિટલ પાસે એક કારની ટક્કરથી રાહદારીનુ મોત થયુ હતુ. જ્યારે આ ઈસમ મોડી રાત્રે રસ્તો ક્રોસ કરી રહ્યો હતો. તે દરમિયાન કારની ટક્કરથી મોત થયુ હતુ. બનાવ અંગે પેથાપુર પોલીસે કારનાં ચાલક સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, ગોએન્કા હોસ્પિટલ પાસે આવેલા એક પાર્લર પાસે કાળુભાઇ બદીયા ગરાસીયા રોડ ક્રોસ કરતા હતા.



તે દરમિયાન એક કાર નંબર જીજે/01/એચજે/5860નાં ચાલકે બેદરકારી રીતે કાર હંકારી ટક્કર મારી હતી. જેમા કાળુભાઇનું ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા સ્થળ ઉપર જ મોત થયુ હતુ. બનાવને લઇને મૃતકના દિકરાએ કાર ચાલક સામે ગુનો નોંધાવતા પેથાપુર પોલીસે તપાસ હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application