Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

લક્ઝરી બસમાંથી મુસાફરને વિદેશી દારૂ સાથે ઝડપી પાડવામાં આવ્યો

  • December 17, 2022 

ગાંધીનગરનાં ચિલોડા પોલીસે ચંદ્રાલા પાસે વાહન ચેકીંગ દરમિયાન રાજસ્થાન તરફથી આવતી લક્ઝરી બસમાંથી રાજસ્થાન અલવરના મુસાફરને વિદેશી દારૂની 18 બોટલ સોથી ઝડપી લઇને કુલ 28 હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મળતી માહિતી અનુસાર, ચિલોડા પોલીસ ચંદ્રાલા પાસે વાહન ચેકીંગ કરી રહી હતી. તે દરમિયાન રાજસ્થાન તરફથી આવતી ખાનગી ટ્રાવેલ્સની બસ ઉભી રાખી હતી અને તેમાં તપાસ કરતા મુસાફર સોનુ શ્યોરામ ખટાણ (રહે.અલવર રાજસ્થાન) નાને વિદેશી દારૂની 18 જેટલી બ્રાંડવાલી બોટલો સાથે ઝડપી લેવામાં આવ્યો હતો. જોકે 28 હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે કરીને આ દારૂ ક્યાંથી લાવ્યો હતો અને તે કોને આપવાનો હતો તે જાણવા માટેની પૂછપરચ શરૂ કરવામાં આવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News