Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Accident : બે બાઇક વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં આધેડને ગંભીર ઈજાઓ પહોંચતા મોત

  • October 25, 2022 

ગાંધીનગર શહેરનાં એરપોર્ટ હાઇવે ઉપર કોબા પાટીયા પાસે બે બાઇક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં આધેડને ગંભીર ઇજાઓ પહોંચી હતી અને સારવાર માટે ગાંધીનગર સિવિલથી અમદાવાદ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે ઇન્ફોસિટી પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી હતી. મળતી માહિતી અનુસાર, અમદાવાદ ખાતે રહેતા જીવાભાઇ જસાભાઇ પરમાર તેમનું બાઇક લઇને ગાંધીનગર ઇન્દીરા બ્રીજ હાઇવે ઉપરથી પસાર થઇ રહ્યા હતા.




તે સમયે કોબા પાસેથી અન્ય એક બાઇક ચાલકે તેમના બાઇકને અડફેટે લીધું હતું જેના પગલે જીવાભાઇ  રોડ ઉપર પટકાયા હતા અને શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હતી જેથી તેમને 108 એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક સારવાર માટે ગાંધીનગર સિવિલ લઇ જવામાં આવ્યા હતા, જ્યાંથી વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ ખસેડવામાં આવ્યા હતા. પરંતુ સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે વિજયભાઇ પરમારની ફરિયાદને આધારે ઇન્ફોસિટી પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application