ગાંધીનગર ખાતે આવેલી ગુજરાત નેશનલ લો યુનિ.માં અભ્યાસ કરતી 15 વિદ્યાર્થિનીઓને ઉચ્ચ અભ્યાસ માટે મુંબઇ જવાનું હોવાથી ત્યાં ભાડે મકાન માટે શોધખોળ કરી હતી તે દરમિયાન એક શખ્સનો સંપર્ક થતાં તેને મકાન ભાડે અપાવવાનું કહીને 15 વિદ્યાર્થિનીઓ પાસેથી રૂપિયા 2.73 લાખ રૂપિયા પડાવી લીધા હતા અને ત્યારબાદ તેને મોબાઇલ બંધ કરી દીધો છે જેના પગલે છેતરપિંડીનો ભાન થતાં વિદ્યાર્થિનીઓએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. મળતી માહિતી અનુસાર, ગુજરાત નેશનલ લો યુનિવર્સીટીનાં ચોથા વર્ષમાં અભ્યાસ કરતી આરૂષી રાજેન્દ્રભાઇ કાંકરીયાએ અગાઉ તા.23મીના રોજ તેની બહેનપણી સીમરનને ઉચ્ચ અભ્યાસ માટે મુંબઇમાં પીજીમાં રહેવા મકાન રાખવાની વાત કરી હતી.
જોકે સીમરને પણ મકાન માટે વિકાસ સીંઘને વાત કરતા લઅર પરેલ વિસ્તારમાં મકાન અપાવ્યું હતું જેથી આરૂષીએ પણ વિકાસ સિંઘ સાથે મકાન ભાડે અપાવવા માટે વાત કરતા વિકાસે ફ્લેટના ફોટા મોકલી આપીને પીજી માટે મકાન ભાડે રાખી લીધું હોવાનું જણાવ્યું હતું અને 10 હજાર ભાડું અને પાંચ હજાર સિક્યોરીટી એડવાન્સ એમ કહીને એક રૂમમાં ત્રણ વ્યક્તિ રહી શકશે તેવી શરત રાખી હતી. આ વાતોમાં આવીને આરૂષીએ ઓનલાઇન 15 હજાર ટ્રાન્સફર કરી દીધા હતા.
જેની સામે વિકાસે પાવતી પણ આપી હતી. ત્યારબાદ અચાનક આરૂષીની વિકાસસિંઘ ઉપર શંકા જતા તેનું આધારકાર્ડ માંગ્યું હતું. જેથી વિકાસે આધારકાર્ડની જગ્યાએ બીઝનેસકાર્ડ ફોરવર્ડ કર્યું હતું. બીજા દિવસે આરૂષીને જાણ થઇ હતી કે, આ વિકાસે આ યુનિ.માં અભ્યાસ કરતી અન્ય 14 જેટલી વિદ્યાર્થિનીઓના 10થી 24 હજારની ઠગાઇ કરી હતી. આ રૂપિયા પરત માંગતા વિકાસે મોબાઇલ બંધ કરી દીધો છે. બનાવ અંગે પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500