Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બાઈક ચાલકે રસ્તો ક્રોસ કરી રહેલ ઈસમને અડફેટે લેતાં મોત

  • June 16, 2022 

ગાંધીનગર સરખેજ હાઇવે ઉપર અડાલજ પાસે રસ્તો ઓળંગી રહેલા કલોલના આધેડને બાઇક ચાલકે ટક્કર મારતા ગંભીર ઇજાઓ પહોંચી હતી તેથી તેમને ગાંધીનગર સિવિલથી અમદાવાદ લઇ જવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું જોકે આ અકસ્માતમાં બાઇક ચાલકને ગંભીર ઈજા પહોંચી હતી. બનાવ અંગે અડાલજ પોલીસે ગુનો દાખલ કર્યો હતો. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર,  કલોલમાં બોરીસણા રોડ ઉપર સત્યમ સ્ટેટસ એ-304 ખાતે રહેતા અને મુળ અમદાવાદ-માંડલના પંકજભાઇ મગનલાલ બ્રહ્મભટ્ટ રવિવારે રાત્રે ગાંધીનગર સરખેજ હાઇવે ઉપર અડાલજ પાસે રસ્તો ક્રોસ કરી રહ્યા હતા.



તે દરમિયાન બાઇક ચાલકે તેમને અડફેટે લીધા હતા જેથી તેમને તાત્કાલિક સારવાર માટે ગાંધીનગર સિવિલ લઇ જવામાં આવ્યા હતા ત્યારબાદ તેમને વધુ સારવાર માટે અમદાવાદ સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેનું મોત નીપજ્યું થયું હતું. જોકે આ અકસ્માતમાં બાઇક ચાલકને પણ ઇજાઓ પહોંચી હતી. તેમના ભાઇ હર્ષદભાઇની ફરિયાદને આધારે અડાલજ પોલીસે બાઇક ચાલક ચિલોડામાં રહેતા ભરતભાઇ અશોકભાઇ કલવાડી સામે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application