ગાંધીનગરનાં સેક્ટર-26 જી.આઇ.ડી.સી.મા કંપનીની ઓરડીમાં રહેતો પરિવાર બહાર ગયો હતો તે સમયે ઘરે એક મહિલા બાથરૂમમાં કપડા ધોતી હતી અને તેનુ બાળક ઘોડીયામા હતુ. દરમિયાન ભીખારીનો વેશધારણ કરીને 7 મહિલા આવી હતી અને મહિલા પાસે 20 રૂપિયા માગ્યા હતા. જે મહિલાએ નહિ આપતા બાથરૂમમા પુરી દીધી હતી અને ઓરડીમાંથી રોકડ અને દાગીનાં સહિત 7.80 લાખની ચોરી કરી ફરાર થઇ ગઇ હતી. બનાવ અંગેની ફરિયાદ સેક્ટર 21 પોલીસ મથકમા કરવામા આવતા કાર્યવાહી હાથ ધરી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, સંગીતાબેન ગણપતજી ઠાકોર પાંચ વર્ષથી વસવાટ કરે છે.
જોકે આ મહિલાનાં પતિ કંપનીમાં નોકરી કરતા હતા, એક વર્ષ પહેલા કોરોનામા મોત થયુ હતુ, છતા પરિવાર ઓરડીમાં રહે છે. ત્યારે મહિલાનાં બનેવીનુ અવસાન થવાથી તેના દિકરા સાથે બેસણામા ગયા હતા, ત્યારે પુત્રવધુ સવારે બાથરુમમાં કપડા ધોતી હતી, તે દરમિયાન 7 મહિલા ભીખારણ બનીને આવી હતી. યુવતી પાસે 20 રૂપિયાની માંગણી કરી હતી. જયારે મહિલાએ રૂપિયા 20 નહિ આપતા બાથરુમ આગળ ઉભેલી બે મહિલાને બાથરૂમમાં પુરી દીધી હતી અને બહારથી સ્ટોપર લગાવી દીધુ હતુ.
તમામ મહિલાઓએ ઓરડીમા ચોરી કરવા સામાન ફેંદી નાખ્યો હતો. જેમા 3 તોલાનાં સોનાના દોરા કિંમત 1.20 લાખ, એક સોનાનો મણકાવાળી ભાતનો દોરો કિંમત 60 હજાર, ચાર સોનાની બંગડીઓ કિંમત 1.60 લાખ, એક સોનાનું લોકેટ કિંમત 60 હજાર, બે સોનાની વીંટી કિંમત 30 હજાર, બે જોડ સોનાની બુટ્ટીઓ કિંમત 50 હજાર, ચાર જોડી ચાંદીના કડલા કિંમત 1 લાખ, બે ચાંદીના કેડમા પહેરવાના કંદોરા કિંમત 40 હજાર, એક જોડ ચાંદીનો કાંબીયો કિંમત 10 હજાર અને રોકડા એક લાખ રૂપિયા મળી 7.80 લાખની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. બનાવ અંગેની ફરિયાદ સેક્ટર 21 પોલીસ મથકમાં કરવામા આવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500