ગાંધીનગરનાં કોલવડાનાં એક મકાનમાં જુગારનાં અડ્ડા ઉપર એલસીબીની ટીમે દરોડો પાડીને 6 જુગારીઓને ઝડપી પાડી રોકડ અને મોબાઇલ મળી કુલ રૂપિયા 1.01 લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, એલસીબીની ટીમ પેટ્રોલીંગમાં હતી તે સમયે બાતમી મળી હતી કે, કોલવડામાં લાલઘર માતાના મંદિર પાસે રહેતા પીન્ટુ ગોવિંદભાઇ પટેલ તેમના ઘરે બહારથી લોકોને બોલાવીને જુગાર રમાડે છે.
જે બાતમીના આધારે પોલીસ ટીમે અહીં દરોડો પાડતા જુગારીઓમાં દોડધામ મચી ગઇ હતી. જોકે પોલીસે જુગાર રમતા કોલવડાનાં પીન્ટુ ગોવિંદભાઇ પટેલ, પ્રશાંત રમેશભાઇ પટેલ, આશિષ અંબાલાલ પટેલ, પ્રકાશ રતિલાલ પટેલ, ગૌતમ કનુભાઇ પટેલ અને પિનાકીન રસિકભાઇ પટેલને ઝડપી પાડી તેમની પાસેથી રૂપિયા 71 હજાર ઉપરાંતની રોકડ રકમ અને મોબાઇલ મળી કુલ રૂપિયા 1.01 લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. જયારે ઝડપાયેલા જુગારીઓ સામે જુગારધારા હેઠળ ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500