કોઇ પણ સહાય કોઇ વ્યક્તિની ખોટ પુરી કરી શકતી નથી પરંતુ પરીવારને આર્થીક રૂપે મદદરૂપ બનતા મુશ્કેલીઓથી ચોક્કસ બચાવી શકે છે. સોનગઢ તાલુકાના સિંગપુર ગામના વતની મંગલાબેન વિજયભાઇ ગામીતના પતિ સ્વ.શ્રી વિજયભાઇ ગામીત કલર કામ કરતા મજુર હતા. તેઓના પરિવારમાં પત્નિ મંગલાબેન, માતા અને બે પુત્રો છે. એક દિવસ બાંધકામ સાઇટ ખાતે કલર કામ કરતી વેળા પતરુ તુટી જતા વિજયભાઇ નીચે પટકાતા મૃત્યુ પામ્યા હતા. પરીવારના વડાના મૃત્યુના સમાચાર મળતા સમગ્ર પરીવાર દુખમાં સપડાઇ ગયો હતો.
પતિના મૃત્યુ બાદ મંગલાબેન પશુપાલન અને નાના-મોટા શીવણ કામ કરી ઘર ચલાવતા હતા. પિતાના મૃત્યુબાદ મોટા દિકરા હાર્દીક ગામીતે પરીવારની જવાબદારી સંભાળવા અને માતાને સહારો બનવા રિક્ષા ચાલક તરીકે કામગીરી સંભાળતા પરીવારને થોડી રાહત મળી. નાનો દિકરો નિકુંજ ગામીત મજુરી કામ કરી પરિવારનો સહારો બન્યો. આમ જેમ તેમ પરીવારે જીવન નિર્વાહ સંભાળ્યો. આ સમયે રાજ્ય સરકાર “નિરાધારનો આધાર” બની મદદ માટે આવી. ગામના જાગૃત નાગરિક દ્વારા ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ હેઠળ કાર્યરત તાપી જિલ્લા શ્રમ કચેરીને આ અંગે જાણકારી મળતા તેઓને આકસ્મિક મૃત્યુ સહાય યોજના અંગે શ્રમિક પરીવારને માહિતી આપી હતી.
સંવેદનશિલ સરકારની સંવેદનશિલ કચેરી દ્વારા પ્રાથમિકતા આપી જરૂરી સાધનિક કાગળો તૈયાર કરી સરકારશ્રીમાં આકસ્મિક મૃત્યુ સહાય યોજના હેઠળ મંજુરી માટે હુકમો તૈયાર કરવામાં આવ્યા. જેના થકી તાપી જિલ્લામાં પ્રથમ વખત શ્રમિકના પરીવારને 3 લાખની સહાય આપવામાં આવી હતી. આર્થીક સહાય મળતા ગંગાસ્વરૂપ મંગલાબેન સરકારશ્રીનો આભાર માનતા જણાવે છે કે, “સરકારશ્રીએ અમારા જેવા ગરિબ પરિવારોની ચિંતા કરી છે. અમને આર્થીક સહાય પુરી પાડી છે જેના થકી અમને થોડી રાહત મળશે.
સરકારશ્રીનો ખુબ ખુબ આભાર.”પરિવારનો મોટો દિકરો હાર્દીક ગામીત આ અંગે જણાવે છે કે, પિતાના મૃત્યુ બાદ સમગ્ર જવાબદારી મારા ઉપર આવી ગઇ. શુ કરીએ અને શુ નહી એવી પરિસ્થિતીમાં સરકારે અમને સહાય કરી છે જેના માટે અમે સરકાર અને બાંધકામ કચેરીની આભારી છીએ.” બાંધકામ વ્યવસાયમાં રોકાયેલ શ્રમયોગીનું કામના સ્થળે અકસ્માતે મૃત્યુ થાય અથવા કાયમી અસમર્થ બેન તેવી કાયમી અશક્તતા આવે તેવા કિસ્સામાં શ્રમિક તથા તેના વારસદારને આર્થિક સહાય પૂરી પાડવાની યોજના ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ હેઠળ કાર્યરત છે.
આ અંગે વધુ જાણકારી આપતા તાપી જિલ્લા શ્રમ વિભાગના પ્રોજેક્ટ મેનેજરએ જણાવ્યું હતું કે, ગુજરાત મકાન અને બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડે શ્રમયોગીઓ માટે 14થી વધુ કલ્યાણકારી યોજનાઓ કાર્યરત છે. તાપી જિલ્લામાં પ્રથમ વખત આકસ્મિક મૃત્યુ સહાય યોજના હેઠળ મૃત્યુ પામેલા શ્રમિકના પરીવારને લાભ આપવામાં આવ્યો છે. જેમાં સોનગઢ તાલુકાના સિંગપુર ગામે રહેતા મંગલાબેન ગામીત તથા વાલોડ તાલુકાના ભીમપોર ગામ ખાતે મૃતક સ્વ.શિલાષભાઇ પુનિયાભાઇ ગામીતના ગંગાસ્વરૂપા ગામીત રસીલાબેન એમ આ બન્ને પરિવારોને 3-3 લાખની સહાય આપવામાં આવી છે. આમ, શ્રમિક પરીવારો માટે સાચા અર્થમાં ગુજરાત સરકાર અંત્યોદયની સેવાના ભાવને સાર્થક કરી રહી છે.સમગ્ર ગુજરાતમાં કોઇ પણ વ્યક્તિ વિકાસની ધારામાં બાકાત ન રહે તે માટે ગુજરાત સરકાર કટીબ્ધ્ધ છે. આ ધારામાં છેવાડાના શ્રમિક મજુરો પણ પોતાનો હક મેળવે તે માટે તાપી જિલ્લા શ્રમ વિભાગ અને જિલ્લા તંત્ર બખુબી તકેદારી લઇ રહ્યુ છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500