અમદાવાદનાં બોપલ વિસ્તારમાં શુક્રવારે રાત્રે રહેણાંક બિલ્ડિંગમાં ભીષણ આગ લાગવાની ઘટના બની હતી. જેમાં 22 માળના ઈસ્કોન પ્લેટિનમ બિલ્ડિંગના M બ્લોકમાં આગ લાગી હતી. બિલ્ડિંગના સાતમાં અને આઠમાં માળ વચ્ચે લાગેલી આગ 22માં માળ સુધી પ્રસરી હતી. ફાયર વિભાગની ટીમ દ્વારા 37 લોકોનું રેસ્ક્યૂ કરાયું હતું. આ ઘટનામાં એક મહિલાનાં મોતનું મૃત્યુ નિપજ્યું છે. જ્યારે 21 લોકો હજુ સારવાર હેઠળ છે. બનવાની વિગત એવી છે કે, બોપલ વિસ્તારમાં 22 માળના ઈસ્કોન પ્લેટિનમ બિલ્ડિંગના M બ્લોકમાં આગ લાગી હતી. આગને કારણે 8માં માળથી 22મા માળ સુધીના દરેક ફ્લોર પરના પહેલા બે ફ્લેટને અસર થઈ હતી.
એમ કુલ 30 ફ્લેટને અસર થઈ હતી. આગ લાગતા જ ફાયર વિભાગની 12 જેટલી ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબુ મળવ્યો હતો. ફાયર વિભાગની ટીમ દ્વારા બારીના કાચ તોડીને ફસાયેલા 37 લોકોને સુરક્ષિત બહાર કાઢી લેવાયા હતા. પોલીસની જુદી-જુદી ટીમ બનાવી અશકત અને ઈજા પામેલને સ્ટ્રેચર વડે M તથા N બિલ્ડિંગની સીડી નીચે ઉતારીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યા હતા. 21 જેટલા લોકો સારવાર હેઠળ હતા, જેમાં 64 વર્ષીય મીનાબેન શાહનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું છે.
જ્યારે અન્ય લોકોને જરૂરીયત મુજબ સારવાર ચાલુ રાખી હોસ્પીટલ માથી રજા આપવામાં આવી છે. બિલ્ડિંગમાં આખરે આગ કેવી રીતે લાગી તે અંગે વિવિધ ત્રણ કારણોની ચર્ચા છે. ફાયર વિભાગનું કહેવું છે કે શોર્ટ શર્કિટના કારણે આગ લાગી હતી. જ્યારે સ્થાનિક લોકોનું કહેવું છે કે બાળકોએ ફટાકડા ડક લાઈનમાં નાંખ્યા હોવાથી આગ લાગી હતી ત્યારબાદમાં અન્ય માળમાં ફેલાઈ હતી તો અન્ય એક કારણ એવું પણ ચર્ચાય છે કે આઠમાં માળ પર આવેલા એક ઘરની બહાર ટેબલ પર મુકવામાં આવેલા દિવાના કારણે આગ લાગી હતી. હાલ તો આગ લાગવાનું સાચુ કારણ જાણવા ફાયર વિભાગ તપાસ કરી રહી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500