ચૂંટણી તથા કાનૂની વિવાદો વચ્ચે અટવાઈ પડેલી કંગના રણૌતની ફિલ્મ 'ઈમરજન્સી' હવે આગામી ૧૭ જાન્યુઆરીએ રીલિઝ કરાશે. આ ફિલ્મ એક વર્ષથી તૈયાર પડી છે. તે ચાલુ વર્ષે માર્ચમાં રીલિઝ થવાની હતી. પરંતુ કંગનાએ લોકસભા ચૂંટણીમાં ઝંપલાવતાં ફિલ્મ અટકી પડી હતી. બાદમાં શીખ સમુદાયનાં ખોટી રીતે ચિત્રણનો વિવાદ શરુ થતાં ફિલ્મ પર પ્રતિબંધની માગણી થઈ હતી. સેન્સર બોર્ડે આ ફિલ્મનું સર્ટિફિકેટ અટકાવી દીધું હતું. તેના કારણે આ ફિલ્મ તા.૫મી સપ્ટેમ્બરની અગાઉ જાહેર કરાયેલી તારીખે પણ રીલિઝ થઈ શકી ન હતી. આખરે ફિલ્મનો વિવાદ હાઈકોર્ટ સુધી પહોંચ્યો હતો. બોમ્બે હાઈકોર્ટમાં સેન્સર બોર્ડે પોતે સૂચવેલા કટ્સ માન્ય રખાય તો ફિલ્મને રીલિઝની મંજૂરી આપવાની સંમતિ આપી હતી. સેન્સર બોર્ડે ફિલ્મની ફરીથી સમીક્ષા કરી હતી અને ફિલ્મમાં ૧૩ કટ સહિત કેટલાક ફેરફારો સૂચવ્યા હતા. કંગનાએ તે માન્ય રાખ્યા બાદ ફિલ્મને યૂ-એ સર્ટિફિકેટ આપવામા આવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application