તેલંગાણાનાં મુલુગુ જિલ્લામાં આજે સવારે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્રના જણાવ્યાનુસાર રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 5.3 નોંધાઈ હતી. ભૂકંપને લીધે લોકો એટલી હદે ડરી ગયા હતા કે ઘણા લોકોને ઊંઘમાંથી ઊઠીને ઘરની બહાર દોડવાની ફરજ પડી હતી. જોકે આ ભૂકંપના ઝટકાથી કેટલું નુકસાન થયું છે તેને લઈને હજી કોઈ સ્પષ્ટ જાણકારી સામે આવી નથી. માહિતી અનુસાર ભૂકંપના આંચકા સવારે લગભગ 7:27 વાગ્યાની આજુબાજુ આવ્યા હતા. જેની અસર 200 કિ.મી. દૂર હૈદરાબાદ સુધી જોવા મળી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application