Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

દેહરાદૂનમાં રેલવે ટ્રેક પર ડેટોનેટર મળતા ચકચારી મચી, આ ઘટના છે હરિદ્વારનાં મોતીચૂર રેલવે સ્ટેશન પાસેની

  • October 30, 2024 

ઉત્તરાખંડમાં દિવાળી પહેલાં મોટી ઘટનાના કાવતરાંનો પર્દાફાશ થયો છે. દેહરાદૂનમાં રેલવે ટ્રેક પર ડેટોનેટર મળતા ચકચારી મચી ગઈ હતી. હરિદ્વારથી દેહરાદૂન જતા રેલવે ટ્રેક પર ડેટોનેટર મળ્યું છે. માનવામાં આવી રહ્યું છે કે, તહેવારની સિઝનમાં ટ્રેનને નુકસાન પહોંચાડવાનું કાવરતરૂં ઘડવામાં આવ્યું હતું. પરંતુ રેલવે કર્મચારીઓની સતર્કતાથી એક મોટી દુર્ઘટના ટળી ગઈ છે. ઘટના અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી. રેલવે ટ્રેકને નુકસાન પહોંચાડવાની આ ઘટના હરિદ્વારના મોતીચૂર રેલવે સ્ટેશન પાસેની છે. આ વિશે જાણકારી મળતકં જ સ્થાનિક સુરક્ષા એજન્સીઓ તપાસમાં જોડાઈ ગઈ છે.


આ મામલે પોલીસે ઉત્તર પ્રદેશના રામપુરમાં રહેતા એક યુવકની રેલવે ટ્રેક પાસેથી અટકાયત કરવામાં આવી છે. આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, આ શખસે જ આ ડેટોનેટર લગાવ્યું હતું. પોલીસ સૂત્ર પાસેથી મળતી માહિતી મુજબ, ટ્રેક પર ડેટોનેટરની માહિતી મળતાં જ લોકો ગભરાઈ ગયાં હતાં. માહિતી મળતાં જ લોકલ પોલીસથી લઈને અન્ય સુરક્ષા એજન્સી તુરંત હરકતમાં આવી ગઈ. આ દરમિયાન કેમેરામાં એક યુવક રેલવે ટ્રેક પર શંકાસ્પદ હાલમાં ફરતો જોવા મળ્યો હતો. પોલીસે એક્શન લેતા તુરંત યુવકની ઓળખ કરી તેની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી છે. યુવકની ઓળખ ઉત્તર પ્રદેશના રામપુરના રહેવાસી અશોકના રૂપે થઈ છે. પોલીસે હાલ પૂછપરછ કરી તપાસ હાથ ધરી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application