Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સગીરાનું અપહરણ કરી ચાલતી કારમાં ગેંગરેપ : ત્રણેય આરોપીઓની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરાઈ

  • July 15, 2022 

રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં 16 વર્ષની સગીરા સાથે સામૂહિક દુષ્કર્મની એક ઘટના બની છે. જોકે સગીરાનું તેના ઘર પાસેથી જ અપહરણ કરવામાં આવ્યું હતું તથા ચાલતી કારમાં જ તેના સાથે ગેંગરેપ કરવામાં આવ્યો હતો.




દિલ્હી પોલીસનાં કહેવા પ્રમાણે આરોપી ગાડીને વસંત વિહારથી ઉત્તરપ્રદેશનાં ગાઝિયાબાદ સુધી આશરે 44 કિમી સુધી ચલાવતો રહ્યો હતો જેથી આ ઘટના કોઈની નજરમાં નહોતી આવી. પોલીસે સગીરાનાં ઘર પાસે રહેતા ત્રણેય આરોપીઓની ધરપકડ કરી લીધી છે.




બાવનની વિગતમાં જાણવા મળ્યું છે કે, સગીરાએ પોલીસ સમક્ષ પોતાના સાથે બનેલી સમગ્ર ઘટનાનું વર્ણન કર્યું હતું. તેણે જણાવ્યું હતું કે, ગત તા.6 જુલાઈનાં રોજ સાંજનાં સમયે પોતાનાં મિત્રના ઘરેથી પરત આવી રહી હતી.




તે સમયે વસંત વિહાર માર્કેટમાં તેને આરોપીઓ પૈકીના 2 શખ્સ મળ્યા હતા. જોકે ધોરણ-10માં અભ્યાસ કરતી સગીરાનાં કહેવા પ્રમાણે બંને આરોપીઓએ બાદમાં ત્રીજા આરોપીને ત્યાં બોલાવ્યો હતો અને તે કાર લઈને ત્યાં આવ્યો હતો. આરોપી યુવકોએ કથિત રીતે તેને દારૂ પીવડાવ્યો હતો અને ગાડીમાં લઈ ગયા હતા.




ત્યારબાદ આરોપીઓએ તેના સાથે દુષ્કર્મ કર્યું હતું અને તેના સાથે મારપીટ પણ કરી હતી. ઉપરાંત તેમણે દુષ્કર્મનો વીડિયો પણ ઉતારી લીધો હતો. દુષ્કર્મની ઘટનાનાં બે દિવસ બાદ સગીરાની સારવાર ચાલી રહી હતી તે હોસ્પિટલમાંથી માહિતી મળ્યા બાદ પોલીસે તપાસ હાથ ધરી હતી. પોલીસને હોસ્પિટલ તરફી આવેલા કોલમાં સગીરા સાથે સતામણી થઈ હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.




જોકે કાઉન્સેલર સાથેની વાતચીત દરમિયાન સગીરાએ ગત તા.6 જુલાઈનાં રોજ બે ઓળખીતા શખ્સોએ તેને આંટો મારવા માટે સાથે આવવા કહ્યું હોવાની માહિતી આપી હતી. સગીરાનાં કહેવા પ્રમાણે તેઓ વસંત વિહાર માર્કેટથી મહિપાલપુર ગયા હતા અને દારૂનું સેવન કર્યું હતું.




ત્યારબાદ તેઓ કોઈ એકાંત સ્થળે પહોંચ્યા હતા અને તે વ્યક્તિએ તેના સાથે દુષ્કર્મ કર્યું હતું. પોલીસે આ કેસમાં 23, 25 અને 35 વર્ષની ઉંમરનાં ત્રણ શખ્સોની ધરપકડ કરી છે અને તેમના વિરૂદ્ધ પોક્સો તથા આઈપીસીની વિવિધ કલમો અંતર્ગત કેસ દાખલ કરી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application