Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Arrest : 500 અને 1000ની જૂની કરન્સી સાથે એક વ્યક્તિની ધરપકડ

  • July 07, 2022 

દિલ્હીનાં લક્ષ્મી નગર વિસ્તારનાં રમેશ પાર્ક ખાતેથી દિલ્હી પોલીસે ડો.એઝાઝ અહમદ નામનાં વ્યક્તિની 500 અને 1000ની જૂની કરન્સી સાથે ધરપકડ કરી છે. પોલીસનાં જણાવ્યા પ્રમાણે આ વ્યક્તિ પાસે રૂપિયા 62 લાખની જૂની કરન્સી મળી છે. ચોંકાવનારી વાત તો એ છે કે, આ વ્યક્તિએ 62 લાખ રૂપિયાની જૂની કરન્સીને 14 લાખ રૂપિયાની નવી કરન્સીથી ખરીદી છે. પોલીસની પૂછપરછમાં આ વ્યક્તિએ જણાવ્યું કે, તેમણે આ જૂની નોટ અનેક સ્થળોએથી એકત્રિત કરી છે અને તે લગભગ 20 લાખ રૂપિયામાં આ નોટોને વેચી દે છે.




દિલ્હીનાં શકરપુરા પોલીસ સ્ટેશનની પોલીસે આ મામલે કાર્યવાહી કરી છે. પરંતુ આ મામલો શંકાસ્પદ લાગતા મોડી રાત્રે આ મામલે દિલ્હી પોલીસે સ્પેશિયલ સેલ અને આઈબીની ટીમને બોલાવવામાં આવી છે. હવે તમામ ટીમ આ વ્યક્તિની પૂછપરછ કરી રહી છે. પોલીસ એ જાણવાનો પ્રયત્ન કરી રહી છે કે, તે જૂની કરન્સીને કઈ રીતે માર્કેટમાં વેચે છે અને તેને કોણ ખરીદે છે. હાલમાં દિલ્હી પોલીસ બપોરેનાં સમયે વ્યક્તિને કોર્ટમાં હાજર કરશે.




તમને જણાવી દઈએ કે, જાન્યુઆરી મહિનામાં આ જ પ્રકારની ખબર ઉત્તરાખંડથી સામે આવી હતી. ઉત્તરાખંડ પોલીસને એક ઓપરેશન દરમિયાન જૂની કરન્સીનો સ્ટોક પકડવામાં મોટી સફળતા મળી હતી. તે દરમિયાન લગભગ 4 કરોડની જૂની નોટો મળી આવી હતી. તેની સાથે જ નિશાનદેહી પર હરિદ્વારમાં દરોડા પાડવામાં આવ્યા હતા.




તેમાં લગભગ 25થી 30 કરોડની જૂની નોટ મળી આવ્યાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી હતી. નોટ મળ્યા મામલે હરિદ્વાર ઉપરાંત યુપીના અમરોહાનું કનેક્શન પણ સામે આવ્યું હતું. આ મામલે 7 આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી હતી. ઉત્તરાખંડ એસટીએફને જૂની કરન્સીના બદલે નવી નોટ બદલતી ગેંગની જાણકારી મળી હતી. તેના પર તેમણે જાળ ફેલાવી હતી અને ચોક્કસ બાતમીદારનાં કારણે ગેંગની ધરપકડ કરવામાં આવી હતી. આ દરમિયાન 4 કરોડની જૂની નોટ મળી આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application