દિલ્હીનાં સંગમ વિહાર વિસ્તારમાં એક તરફી પ્રેમમાં અરમાન અલી નામનાં યુવકે વિદ્યાર્થીનીને ગોળી મારી દીધી હતી. જોકે સદનસીબે આ વિધાર્થીનો જીવ બચી ગયો હતો જયારે આ ઘણા ગત તા.25 ઓગષ્ટનાં રોજ બની હતી. જયારે હાલમાં પોલીસે અરમાન અલીની ધરપકડ કરી હતી અને તેની સાથે રહેલા 2 યુવક પવન અને બોબીની પણ ધરપકડ થઈ ચૂકી હતી.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, હત્યાના પ્રયાસમાં 16 વર્ષની યુવતીને ગોળી મારીને ફરાર થયેલા અરમાન અલીની ધરપકડ કરવામાં આવી છે. જયારે 19 વર્ષીય અરમાન મૂળે મેરઠના મવાનાનો રહેવાસી છે. તેની ધરપકડ બાદ પોલીસને જણાવ્યું હતું કે, તેણે સોશિયલ મીડિયા દ્વારા યુવતી સાથે મિત્રતા કરી હતી. પરંતુ થોડા સમય પહેલા તેણે વાતચીત બંધ કરી દીધી હતી. આ કારણ તે યુવતી પર ગુસ્સે થયો હતો અને તેને જાનથી મારી નાખવા માંગતો હતો. આ ઘટનાને અંજામ આપવા માટે તે બોબી અને પવનને પોતાની સાથે લઈ ગયો હતો.
જોકે અરમાન અલીએ આ ઘટનાને અંજામ એવા સમયે આપ્યો હતો જ્યારે યુવતી શાળાએથી ઘરે પરત ફરી રહી હતી. તે યુવતીને પાછળથી ગોળી મારીને ભાગી ગયો હતો અને ગોળી યુવતીને ખભા નીચેના ભાગમાં પીઠ ઉપર વાગી હતી જેથી યુવતીને બાત્રા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. સાથે જ પરિવારે એવો આરોપ મુક્યો છે કે, અલી છેલ્લા એક વર્ષથી વિદ્યાર્થીને હેરાન કરતો હતો અને તે જ્યારે શાળાએ જતી ત્યારે તેનો પીછો કરીને હેરાન કરતો હતો.
આ વિધાર્થી સંગમ વિહાર ઈ-બ્લોકમાં પોતાના પરિવાર સાથે રહે છે. તે પોતાના ભાઈ સાથે કેમ્બ્રિજ ઈન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ છે અને તે હાલમાં 11માં ધોરણની વિદ્યાર્થીની છે. તેણી ગત તા.25 ઓગસ્ટના રોજ બપોરે પોતાની માતા અને નાના ભાઈ સાથે શાળાએથી પરત ફરી રહી હતી. આ દરમિયાન માતા યુવતીને શાળાએ લેવા ગઈ હતી ત્યારે વિદ્યાર્થી બી-બ્લોકમાં ઘર નંબર-15ની સામે પહોંચ્યો ત્યારે અલી પોતાના મિત્ર સાથે આવ્યો અને પાછળથી ગોળી મારીને ફરાર થઈ ગયો હતો.
તેમજ ગોળી વાગતા યુવતી ત્યાં જ બેભાન થઈને પડી ગઈ હતી. ત્યારબાદ આરોપી યુવકો થોડે દૂર પાર્ક કરેલી મોટરસાઈકલ પર ફરાર થઈ ગયા હતા. યુવતીના પિતાએ જણાવ્યું હતું કે, તેમની પુત્રીને અલી 1 વર્ષથી હેરાન કરતો હતો. તેમની પુત્રીએ ફેસબુક પર તેને મિત્રતા માટે ઈનકાર કર્યો હતો. આ અંગે તેમને પોલીસ ફરીયાદ પણ કરી હતી. પરંતુ પોલીસે કોઈ કાર્યવાહી નહોતી કરી સાથે જ આ યુવક પણ ગાયબ થઈ ગયો હતો.
જોકે વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે, ગોળી મારનાર આરોપીઓમાં તે અરમાન અલીને પહેલેથી જ ઓળખતી હતી. તે છેલ્લા બે વર્ષથી સોશિયલ મીડિયાનાં માધ્યમથી દ્વારા અરમાન અલીનાં સંપર્કમાં હતી. છેલ્લા ચાર-પાંચ મહિનાથી યુવતીએ તેની સાથે વાત કરવાનું બંધ કરી દીધું હતું. તેથી ગુસ્સે થઈને આરોપી અરમાન અલી તેનો પીછો કરવા લાગ્યો અને ઘણીવાર તેનો રસ્તો રોકતો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500