રાષ્ટ્રીય રાજધાની દિલ્હીનાં સીમાપુરી વિસ્તારમાં એક ટ્રક વહેલી સવારે ડિવાઈડર પર સૂઈ રહેલા લોકો પર કાળ બનીને ફરી વળ્યો હતો. જોકે ડિવાઈડર પર સૂઈ રહેલા 7 લોકો પર ટ્રકનાં પૈડાં ફરી વળતા 4 લોકોનાં ઘટના સ્થળે જ મોત થયા હતા. તે સિવાય દુર્ઘટનાનો ભોગ બનેલા અન્ય 3 લોકોની સ્થિતિ પણ ગંભીર છે. વહેલી સવારે આશરે 4:00 કલાકે આ દુર્ઘટના બની હતી. પોલીસે આ અંગે કેસ દાખલ કરીને દુર્ઘટનામાં સામેલ વાહનની ઓળખ મેળવવા માટે અનેક ટીમની રચના કરી છે. ટ્રક ચાલકની બેદરકારીના કારણે મોતને ભેટેલા ચારેય જણાની ઉંમર 25 વર્ષથી વધારે છે, જ્યારે એક 16 વર્ષીય અને 30 વર્ષીય યુવકની સ્થિતિ ગંભીર છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application