ડાંગ જિલ્લાનાં વેપારી મથક વઘઇ ચાર રસ્તા સર્કલ ખાતે હોમગાર્ડ તરીકે ફરજ બજાવતી આદિવાસી મહિલા હોમગાર્ડને એક ઇસમે જાતિ વિષયક અપશબ્દો બોલી છેડતી કરતા ફરિયાદ વઘઇ પોલીસ મથકે નોંધાઇ હતી. જોકે ફરિયાદ નોંધાતા વઘઇ પોલીસે પરિવારજનોની ફરિયાદનાં આધારે વિધર્મી શખ્સ સામે એટ્રોસીટી એક્ટ મુજબ ગુનો નોંધી આરોપી સદ્દામ પઠાનને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો હતો.
મળતી માહિતી અનુસાર, ડાંગ જિલ્લાનાં વેપારી મથક વઘઇ ખાતે ગત તા.24મી ડિસેમ્બરનાં રોજ હિન્દુ આદિવાસી પરણિત મહિલા G.R.D તરીકે તેમની સહકર્મીઓ સાથે ફરજ બજાવી રહી હતી. ત્યારે થોડો સમય બ્રેક લઈ નજીક ચા પીવા ગયા હતા. તે દરમિયાન વઘઇ આશાનગર ખાતે રહેતો યુવક સદ્દામખામ અસ્લમખાન પઠાણ બાઈક ઉપર આવી તેની છેડતી કરી હતી. જોકે રોડ રોમિયો યુવકે તું આદિવાસી સુંદરી છે, તું મને ગમે છે, તું મારી સાથે ચાલ, તને મઝા કરાવીશ એમ કહી G.R.D. મહિલાનો હાથ પકડી બળજબરી કરવાનો પ્રયત્ન કર્યો હતો.
જયારે મહિલા GRDએ તેનો વિરોધ કરી તેની સામે કેસ કરવાનું કહેતા, ‘તું મારી સામે કેસ કરીશ તો હું તને જાનથી મારી નાખીશ એવી ધમકી આપી જાતિવિષયક અપશબ્દો બોલી ત્યાંથી ભાગી ગયો હતો. આ અગાઉ પણ આ રોડ રોમિયોએ મહિલા GRDની છેડતી કરતા મહિલા GRDએ આ ઈસમ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે તેની ધરપકડ કરી હતી. જયારે તેને કોર્ટમાં રજુ કરતા કોર્ટે તેને કસ્ટડીમાં મોકલી આપવાનો હુકમ કર્યો હતો અને હાલ પોલીસે તેને સળિયા પાછળ ધકેલી દીધો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500