ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારા ખાતે મહારાષ્ટ્ર તરફથી સાપુતારા આવતા ફોર વ્હીલર કારને અકસ્માત નડતાં સાપુતારાનાં સર્પગંગા તળાવમાં ખાબકી ગઈ હતી. બનાવની વિગત એવી છે કે, નાશિક તરફથી ગુજરાતમાં પ્રવેશતા સ્વીફ્ટ કારનાં ચાલકે લગભગ 1 કિમી બાદ સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા સર્પગંગા તળાવમાં ખાબકી ગઈ હતી. જયારે આ અક્સ્માતમાં સદ્દનસીબે ચાલક તેમજ તેમાં સવાર વ્યક્તિઓને કોઈ જાનહાનિ થઈ ન હતી. જોકે સાપુતારા ઘાટ માર્ગમાં અવાર-નવાર અકસ્માત થતાં હોય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application