Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

આહવાનાં બરડપાણી ગામનાં યુવકને આત્મહત્યા કરવા મજબૂર કરનાર 6 ઈસમો સામે પોલીસ ફરિયાદ

  • January 20, 2023 

ડાંગનાં આહવા તાલુકાનાં બરડપાણી ગામની એક યુવતી તથા ગામનો જ સગીર જોડે ઘરનાં ઢોરો તથા બકરા લઈ જંગલમાં ચરાવવા ગયા હતા. તેઓ સવારે જંગલમાંથી ઢોર ચરાવી લાવી કાકા રાજુભાઈનાં ખેતરમાં ઢોરોને ચરાવતા હતા. દરમિયાન સગીરે રાજુભાઈની ડાંગરની પુળી ઢોરોને ખવડાવવા બાબતે ગામનાં જ મોહનભાઈ દળવીએ બોલાચાલી કરતા સગીર પોતાના ઢોરને ત્યાંથી કાઢી ઘરે લઈ ગયો હતો અને સગીર સાથે યુવતી બળતણનાં લાકડા તથા બકરા લઈ પાછળ પાછળ જઈ રહી હતી.




તે દરમિયાન ત્યાં હાજર ગામનાં જ પરિણીત યુવાન મોહનભાઈ દળવીએ યુવતીને કહ્યું કે ‘તું ગામનાં બીજા છોકરા જોડે ઊંઘે છે, તો આજનો દિવસ મારી જોડે ઊંઘીશ. જેને પગલે આ યુવતી રડતી રડતી ઘરે ગઈ હતી અને માં-બાપને બનેલી હકીકત જણાવી હતી. જેને પગલે યુવતીનાં પિતાએ 181ને કોલ કરી જાણ કરતા 181ની ટીમ ઘરે પહોંચી હતી અને યુવતીએ મોહનભાઈ દળવી સામે સાપુતારા પોલીસ મથકમાં બિભત્સ શબ્દો બોલી જાતિય સતામણી કરી આબરૂ લેવાની કોશિશ કર્યાની ફરિયાદ નોંધાવી હતી.




આ ફરિયાદનાં આધારે સાપુતારા પોલીસે મોહનભાઈને અટકાયતમાં લઈ છેડતીનો ગુનો દાખલ કર્યો હતો. બાદમાં આ યુવાન જામીનમુક્ત થયો હતો અને મોડી સાંજે આ યુવાન સહિત પરિવારજનો ખેતરમાં આવેલા ઘરે તાંપણુ કરી રહ્યાં હતા. તે સમયે ગામનાં ભરતભાઈ ચૌધરી, જીવલભાઈ વારડે, મધુભાઈ ગવળી, સોમાભાઈ પવાર, કૈલાસ ઉર્ફ સુરેશભાઈ ગાયકવાડ અને નારાયણભાઈ ચૌધરીએ જણાવેલું કે ‘તમે ગામની છોકરી સાથે છેડતી કરી છે, તને તો આ ગામમાં થાંભલા સાથે બાંધી મારવો જોઈએ તેમજ ગાળાગાળી કરી તને તો જેલમાં જ પૂરી દેવો જોઈએ અને તું જીવવાને લાયક નથી તો શરમથી મરી જવું જોઈએ, તારી જગ્યાએ બીજુ કોઇ પણ હોત તો ક્યારની આત્મહત્યા કરી લીધેલ હોત’ તેમ કહી ધમકાવી જતા રહ્યાં હતા.



જેથી સવારે દબાણમાં આવી મોહનભાઈએ ખેતરની નજીક આવેલ ઉંબરાનાં ઝાડ સાથે દોરી વડે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઇ હતી. બનાવની જાણ સાપુતારા પોલીસને થતા ટીમ તુરંત જ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને લાશનો કબ્જો મેળવી પીએમ અર્થે શામગહાન ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. હાલમાં મૃતકની પત્ની સાળૂબેને પતિને ડરાવી ધમકાવીને મરવા માટે મજબૂર કરનાર 6 ઈસમો સામે સાપુતારા પોલીસમાં ગુનો દાખલ કરાવતા પોલીસે ગુનો નોંધી તમામ આરોપીની ધરપકડ કરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News