ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારા, શામગહાન, ગલકુંડ, બોરખલ, આહવા, ચીંચલી, પીપલાઈદેવી, ગારખડી, સુબીર, લવચાલી, પીંપરી, વઘઇ, કાલીબેલ સહિતનાં પંથકોમાં સવારથી જ ગતરોજ વરસાદ પડતા સર્વત્ર પાણીની રેલમછેલ થઈ ગઈ હતી. જયારે આહવાનાં જવાહર કોલોનીમાં ગતરોજ વરસાદી માહોલમાં વીજપોલ ધરાશયી થઈ આમદુબેન રાજુભાઈ પવારનાં ઘર પર પડતા અહીં આર્થિક નુકસાન થયું હતું.
તેમજ સુબીર પંથકનાં કાકશાળા નિશાણા જંગલ વિસ્તારમાં વીજપોલ ધરાશયી થતા આ પંથકનાં ગામોમાં વીજળી ડૂલ થઈ હતી. ડાંગ જિલ્લા ડિઝાસ્ટર વિભાગનાં જણાવ્યાનુસાર, શુક્રવારે સાંજે 6 વાગ્યાથી શનિવારે સાંજે 6 વાગ્યા સુધીનાં 24 કલાક દરમિયાન સાપુતારામાં 35 મિમી (1.4 ઈંચ), સુબીરમાં 40 મિમી (1.6 ઈંચ), આહવામાં 43 મિમી (1.72 ઇંચ), જ્યારે સૌથી વધુ વઘઇમાં 70 મિમી (2.8 ઈંચ) વરસાદ નોંધાયો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500