ડાંગ જિલ્લાનાં પૂર્વપટ્ટી વિસ્તારના ધુડા ઘાટ માર્ગમાં આહવાથી ચીંચવિહીર જતી ST બસ ચાલકે સ્ટેરીંગ પરનો કાબૂ ગુમાવતા બસ પલ્ટી જઇ અકસ્માત સર્જાતા અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, આહવાથી સાંજનાં સમયે ઉપડતી ચીંચવિહીર બસ નંબર GJ/18/Z/3823માં ઊંડાણનાં રૂટ પર નવો ચાલક મોકલતા ધુડા ગામ નજીકનો ઘાટ માર્ગમાં ચાલકે સ્ટેરીંગ પરનો કાબૂ ગુમાવતા બસ માર્ગ સાઈડે પલ્ટી જતા અકસ્માત સર્જાયો હતો.
જોકે આ બસમાં રોજે-રોજ અપડાઉન કરતા વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ સહિત ગ્રામજનો હોય છે, તેમજ સદનસીબે બસમાં બેસેલ મુસાફરો સહિત વિદ્યાર્થીઓનો ચમત્કારીક બચાવ થયો હતો. ત્યારે ST વિભાગના અનધડ વહીવટના પગલે જે ચાલકોને અંતરિયાળ ઘાટ માર્ગનો અનુભવ ન હોય તેવા રૂટ પર મોકલી દઈ ગરીબ મુસાફરોની જિંદગી સાથે ખીલવાડ કરતા હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે, ત્યારે ધુડા ઘાટમાં બનેલ અકસ્માતની ઘટનામાં સામેલ ST વિભાગનાં અધિકારીઓની બેદરકારી હોય તો તેની સામે પગલાં ભરવા મુસાફરો માંગ કરી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application