ડાંગનાં વઘઇ તાલુકાનાં સાજુપાડા ગામનાં ઈસમે પોતાની પત્ની સાથેનાં આડા સબંધનાં વહેમમાં અન્ય ઈસમનાં પેટમાં ઉપરા ઉપરી ચપ્પુના ઘા કરતા વઘઇ પોલીસે ફરીયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, વઘઇ તાલુકાનાં પાતળી ગામનાં રહેવાસી નાનુભાઈ છગનભાઈ પવાર તથા સગા સંબધી સાથે ગતરોજ ઈલમભાઈ શત્રુભાઈ પવારની પીકઅપ ગાડી નંબર જીજે/05/બીયુ/9363માં બેસી સાજુપાડા ગામે લગ્ન પ્રસંગમાં ગયા હતા.
તે સમયે સાંજે સાતેક વાગ્યાના અરસામાં નાનુભાઈ પવાર લગ્નના માંડવા માંથી જમણવાર કરી સાઈડમાં ખુરશીમાં બેઠા હતા. તે સમયે સાજુપાડા ગામ ખાતે રહેતા સુનિલભાઈ ફુલજીભાઈ પવાર હાથમાં ચપ્પુ લઈ તેની પાસે આવ્યો હતો અને કહેવા લાગ્યો હતો કે મઢી સુગરમાં મારી પત્ની સાથે આડા સંબધ કેમ રાખેલ હતા.
જે જૂની અદાવતમાં સુનિલભાઈ પવારે ઉગ્ર ઝગડો કરી હાથમાં રહેલા ચપ્પુથી નાનુભાઈ પવારનાં પેટના જમણી અને ડાબી બાજુએ ઉપરાછાપરી ઘા કરી ઇજા કરી હતી. આ હુમલામાં નાનુભાઈ પવારને ગંભીર ઈજા થઇ હતી.
તેના પેટના ભાગેથી લોહી નીકળતા તાત્કાલિક સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સ મારફતે આહવા સિવિલ હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ હાથ ધરાઈ હતી. જોકે બનાવ અંગે ફરિયાદી નાનુભાઈ પવારની ફરીયાદના આધારે વઘઇ પોલીસની ટીમે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500