Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઓનલાઈન છેતરપિંડી થતાં અજાણ્યા ઈસમ વિરુદ્ધ ફરિયાદ

  • October 31, 2022 

દિવાળી વેકેશનમાં પરિવાર સાથે રજાની મજા માણવા સૌ કોઈ ઉત્સાહિત હોય છે અને પોતાના પસંદ કરેલ સ્થળ ઉપર પરિવાર સાથે જતા હોય છે અને એ માટે અગાઉથી ઓનલાઈન બુકીંગ કરાવી લેતા હોય છે. જેમાં ખાસ કરીને પ્રવાસન સ્થળોએ હોટેલમાં રોકવવાની ચિંતાને લઈને હવે એડવાન્સ બુકીંગ જરૂર બન્યું છે. જેમાં લોકો છેતરપિંડીનાં ભોગ બની રહ્યા છે. જેમાં સુરત શહેરનાં રહેવાસી દિપક અગ્રવાલ પણ સાપુતારામાં આવી જ એક છેતરપિંડીનો ભોગ બન્યા છે.




સુરતથી પરિવાર સાથે સાપુતારા પ્રવાસે જવાની ઇચ્છા થતા દિપક અગ્રવાલે પ્રથમ સાપુતારામાં હોટેલ બુકીંગ માટે ઓનલાઈન સર્ચ કર્યું, જેમાં હોટેલ તોરણ હિલ રિસોર્ટની સાઇટ ઉપરનાં રિસેપશન નંબર ઉપર વાત કરીને એડવાન્સ રૂપિયા 3500 ભર્યા ત્યારબાદ ફરી એજ રિસેપશન નંબર ઉપથી ફોન કરી પૂરું પેમેન્ટ કરવું પડશે એવી વાત કરી બીજા 3500 ભરાવ્યાં હતાં. થોડો સમય પછી દીપકભાઈ એ કંફરમેશન રશીદ માંગતા તેમને રૂમ બુક નથી થયો કહીને ભરેલા પૈસા રીફન્ડ લેવા માટે ઓનલાઈન પ્રક્રિયા કરવા જણાવ્યું હતું.




જોકે વાતમાં આવી જતા રીફંડ આપવાની વાત કરી ગૂંચવાડો ઉભો કરીને સામેની વ્યક્તિએ 7000, 14000 અને 28000 એમ એક બાદ એક ટ્રાંજેકશન કરી કુલ 56000 રૂપિયા લઈ લીધા હતા જેમાં પોતે છેતરપીંડીનો ભોગ બન્યા હોવાનું જાણી દિપક અગ્રવાલે સાયબર ક્રાઇમ હેઠળ ફરિયાદ કરી છે. ગુજરાત સરકારનાં પ્રવાસન વિભાગની હોટેલ તોરણ હિલ રિસોર્ટના નામે ઓનલાઈન  એકાઉન્ટ બનાવી કરાયેલ છેતરપીંડીનો આ એક કિસ્સો બહાર આવ્યો છે.




જોકે સાપુતારામાં આ મુજબ ઓનલાઈન છેતરપીંડીના અનેક લોકો શિકાર થઈ ચૂક્યા છે ત્યારે લોકો એ સાવચેતી રાખવી ખૂબ જરૂરી છે. હાલ સુરતના વેપારી દિપક અગ્રવાલે સાયબર ફ્રોડ ની ફરિયાદ કરી છે ત્યારે હવે હોટેલ તોરણ હિલ રિસોર્ટના નામે  છેતરપીંડી કરનાર કોણ છે તે જાણવુ દિપકભાઈ સહિત પ્રવાસન વિભાગ માટે પણ જરૂરી બન્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application