ડાંગનાં આહવા માર્ગ પર દાવદાહાડ ગામે સામેથી આવતી કારની લાઇટથી આહવાના તબીબની આંખ અંજાઈ જતા તબીબની કાર આગળ ચાલતી બાઈક સાથે અથડાઈ માર્ગની બાજુમાં કાર ઉતરી જઈ ઝાડ સાથે અથડાતા તબીબ અને પત્નીને ગંભીર ઈજા થતાં પત્નીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. મળતી માહિતી મુજબ, આહવાનાં સહયોગ સોસાયટીમાં રહેતા ડૉ.અમ્રતભાઈ પટેલ બુધવારનાં રોજ રાત્રે તેમની પત્ની જ્યોત્સનાબેન સાથે તેમની હોન્ડા સીટી કાર નંબર GJ/30/A/0525 લઈ વઘઈ આહવા માર્ગ પર દાવદાહાડ ગામની હદમાંથી વઘઈથી આહવા જવા પસાર થઈ રહ્યા હતા.
તે દરમિયાન રાત્રીના સમયે સામેથી આવતી કારની લાઇટથી આંખ અંજાઈ જઈ આગળ ચાલતી બાઈક નંબર GJ/15/LL/1840ને અડફેટે લઈ કાર માર્ગની સાઈટમાં ઉતરી ગઈ હતી અને વૃક્ષ સાથે અથડાતા ગંભીર અકસ્માત થયો હતો જેમાં ડૉ.અમ્રતભાઈ અને તેમના પત્ની જ્યોત્સનાબેનને ગંભીર ઈજા થતાં તેઓને ચીખલી ખાતે આવેલ એક ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં તબીબના પત્ની જ્યોત્સનાબેનનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું જ્યારે બાઈક સવાર મધુકરભાઈ ગંગારામ, હારૂનભાઈ અખાતભાઈ ધુલુમ અને જીગ્નેશભાઈ મહેશભાઈ રાઉત (તમામ રહે. નગડખાદી તા.આહવા) નાઓને આહવા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતા. બનાવ અંગે વઘઈ પોલીસ ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application