Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વધઈનાં શિવારીમાળ ગામમાં આવેલ અંધ શાળામાં ભણતા બાળકનું ડેમમાં ડુબી જવાથી મોત

  • April 03, 2023 

ડાંગનાં વધઈ તાલુકાનાં શિવારીમાળ ગામમાં આવેલ અંધની શાળામાં ભણતો બાળક શાળા બાજુનાં ડેમમાં ડુબી જવાથી મોત થયુ હતુ. મળતી માહિતી મુજબ, વધઈનાં શિવારીમાળ ગામની અંધજન સ્કુલમાં ધોરણ-8માં અભ્યાસ કરતા સતિષભાઇ રમેશભાઇ (ઉ.વ.14.,રહે.અંધજન સ્કુલ, શિવારીમાળ મુળ વતન રહે.મહારદર પો.સ્ટ ચીચલી,આહવા) જેઓ તા.30/03/2023નાં રોજ બપોરનાં સાડા ત્રણેક વાગ્યે સ્કુલના છોકરાઓ સાથે અંધજન સ્કુલની બાજુમા આવેલ ચીચવાગન ચેકડેમમા નાહવા-ધોવા માટે ગયેલ હતા.




જોકે ત્યાંથી ગુમ થઈ ગયેલ જેઓની ભારે શોધ ખોળ કરવા છતા મળી આવેલ ન હતો બીજે દિવસે ચીચવાગન ચેક ડેમ માથી મરણ ગયેલ હાલતમાં સતિષભાઈ રમેશભાઇની તરતી લાશ મળી આવતા શાળામાં ગમગમી છવાઈ જવા પામી હતી. બનાવ અંગે મરનાર બાળકનાં પિતા રમેશભાઇ તુકારામભાઇ જોપળેએ સાપુતારા પોલીસને જાણ કરતા સાપુતારા પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application