Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Accident : લકઝરી બસે 5 ગૌવંશને અડફેટે લેતાં મોત, પશુ પાલકોને ભારે નુકસાન

  • August 22, 2022 

સાપુતારા વઘઇ રાજ્યધોરી માર્ગ સ્થિત બારીપાડા ચીખલી વચ્ચે એક લકઝરી બસે પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી 5 ગૌવંશને અડફેટે લેતાં મોત નીપજાવતા ગરીબ પશુ પાલકોને ભારે નુકસાન થયું હતું. મળતી માહિતી અનુસાર, ગતરોજ સાંજે 6 વાગ્યાનાં અરસામાં સાપુતારાથી વઘઇ તરફ પૂરઝડપે જઈ રહેલ ખાનગી લક્ઝરી બસ નંબર GJ/18/AV/6052નાં ચાલકે બારીપાડા ચીખલી વચ્ચે ચરિયાન કરી ઘરે પરત ફરતી ગૌવંશને અડફેટે લેતા ફફડાટ ફેલાયો હતો.




જોકે ગૌવંશને અડફેટે લીધા બાદ બસ માર્ગ સાઇડે ખાડામાં ખૂંપી જતા મોટી જાનહાની ટળી હતી, પરંતુ આ અકસ્માતમાં પાંચ ગૌવંશનું મોત નીપજતા ગરીબ પશુ પાલકને ભારે નુકસાન થતા કફોડી સ્થિતિ સર્જાઈ હતી. જોકે સાપુતારા પોલીસે ઘટના સ્થળે ધસી જઈ નુકસાનીનું પંચનામું કરી લકઝરી ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application