બારડોલીનાં બાબેન ગામનાં નહેરૂનગર જીનની પાછળ આવેલી મિલકત પર તેના માલિકોએ બેંકમાંથી લોન લીધી હતી. પરંતુ લોન નહી ભરાતા બેંક મોર્ગેજવાળી આ મિલકત હોમ ફર્સ્ટ ફાઈનાન્સ કંપની ઈન્ડિયા લિ.બેંક દ્વારા પ્રત્યક્ષ કબ્જો મેળવી લીધો હતો. જોકે આ મિલકતને બેંક દ્વારા મારવામાં આવેલું તાળુ અને સીલ તોડીને મિલકતનાં માલિકોએ ગેરકાયદેસર પ્રવેશ કરી કબ્જો કરી લેવાતા બ્રાંચ મેનેજરે બારડોલી પોલીસ મથકે ફરિયાદી નોધાવી હતી.
મળતી માહિતી મુજબ, બારડોલીનાં બાબેન ગામનાં નહેરૂનગરમાં આવેલી ઘર મિલકત પર રાહુલ સુદામ સાવંત, હીરાબાઈ સુદામ સાવંત અને યોગેશ સુદામ સાવંત (તમામ રહે.બાબેન નહેરૂનગર, બાબેન જીનની પાછળ તા.બારડોલી) બેંક લોન લીધી હતી. તેમણે આ લોન ભરપાઈ ન હતી. જેને લઈને આ મિલકત કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને બેંક લોન આધારે હોમ ફર્સ્ટ ફાઈનાન્સ કંપની ઈન્ડિયા લીમીટેડ બેંકે પ્રત્યક્ષ કબ્જો મેળવી મોર્ગેજ મકાન સીલ માર્યુ હતું. છતાં બાબેનનાં રાહુલ સુદામ સાવંત, હીરાબાઈ સુદામ સાવંત અને યોગેશ સુદામ સાવંતે આ મકાનનું સીલ તોડીને મકાનમાં રહેવા લાગ્યા હતા. ઘટના અંગે બેંકનાં મેનેજર દિવ્યેશભાઈ નારાયણભાઈ ભાવસાર (ઉ.વ.૨૯., રહે.માધવ રેસીડેન્સી, ઉંભેળ ગામ, કડોદરા ચાર રસ્તાની પાસે તા.કામરેજ જી.સુરત) બારડોલી ટાઉન પોલીસ મથકે આ ત્રણેય સામે ગુનો દાખલ કરાવ્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500