Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ખેરગામ ખાતેથી પાઇપની ચોરી થતાં પોલીસ ફરિયાદ નોંધાઈ

  • November 10, 2024 

નવસારી જિલ્લાનાં ખેરગામ ઝંડા ચોક ખાતે રહેતા ધ્રુવ પટેલનાં ઘરના કમ્પાઉન્ડમાંથી ગેલ્વેનાઈઝના પાઇપની ચોરી થઈ હતી. ચોરી અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, ધ્રુવ મોહનભાઈ પટેલ (રહે.ખેરગામ, ઝંડા ચોક)નાંએ આપેલી ફરિયાદમાં જણાવ્યા અનુસાર તેમના માતા-પિતા અને પરિવાર સાથે રહે છે. તેણે ઘરની દેખરેખ માટે ઘરમાં અને ઘરની બહાર CCTV સીસીટીવી કેમેરા લગાવ્યા છે. જેનું ચેકિંગ કરતી વેળા વહેલી સવારે ૪.૪૧ વાગ્યાના અરસામાં મેઈનનો ગેટ એક શખ્સ ખોલી નાંખતો જણાયો હતો. ત્યારબાદ તે શખ્સે ત્યાં કમ્પાઉન્ડમાં રાખેલા તેમના ગેલ્વેનાઈઝના પાઈપની ચોરી કરી હતી. ચોરી અંગે કોઈ જ કાર્યવાહી કરવામાં ન આવે તો ભવિષ્યમાં તેમના ઘરનો કીમતી સર સામાન, રોકડ રકમ કે દાગીનાની ચોરી થવાની પણ શક્યતા તેથી આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application