Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

chandrayaan-3 : ચંદ્રના દક્ષિણ ભાગમાં સૌ પ્રથમ યાન ઉતારીને ભારતે સ્પેસ ક્રાંતિ સર્જી,ચંદ્રયાનનું સફળ લેન્ડિંગ, જુવો વીડિયો

  • August 23, 2023 

ચંદ્રયાન-૩ દક્ષિણ ધુ્વની સપાટી પર સોફટ લેન્ડિંગ એટલે કે નિર્ધારિત ગતિ મુજબ  ઉતરવામાં સફળતા મેળવીને ઇતિહાસ રચ્યો છે, કારણ કે દુનિયાનો કોઇ પણ દેશ ચંદ્વના દક્ષિણ ધુ્વ પર પોતાનું યાનનું લેન્ડિંગ કરાવી શકયો નથી. સફળ  સોફટ લેન્ડિંગની આવડત ધરાવનારા દેશોમાં અમેરિકા, રશિયા અને ચીન પછી ભારત ચોથો દેશ બન્યો છે. લાખો દેશવાસીઓ સફળ લેન્ડિંગ માટે પ્રાર્થના કરી રહયા હતા. 


ભારતની અવકાશ સંશોધન સંસ્થા ઇસરોની યશ કલગીમાં વધુ એક પીંછુ ઉમેરાયું છે. અંતરિક્ષ શ્રેત્રમાં ભારતની ખૂબ મોટી સિધ્ધિ જેની દુનિયાએ નોંધ લેવી પડશે.  રશિયાનું લૂના -૨૫ મિશન નિષ્ફળ ગયા પછી દુનિયાની નજર ભારતના ચંદ્રયાન-૩ પર મંડાયેલી  હતી.  રશિયા જેવા મહાસત્તા દેશની નિષ્ફળતા સામે ભારતની સફળતા અંતરિક્ષમાં ખૂબ મોટી છલાંગ છે. અત્યાર સુધી દુનિયાના દેશોએ જે સ્પેસમિશન મોકલ્યા છે તેમાંના મોટા ભાગના ચંદ્રના મધ્ય ભાગમાં હતા.



મધ્ય ભાગ પ્રમાણમાં સપાટ અને સરળ છે તેની સરખામણીમાં દક્ષિણ ભાગની સપાટી અસમાન છે. ઉબડ ખાબડ સપાટી પર રોવર ઉતારવું અત્યંત મુશ્કેલ કામ છે. દક્ષિણ ધુ્વ પર એક પર્વતની ઉંચાઇ ૭ હજાર મીટર છે. ક્રેટર અને પર્વતોની છાયા હેઠળ આવતા વિસ્તારોમાં તાપમાન માઇનસ ૨૦૩ થી ૨૪૩ ડિગ્રી સુધી રહે છે. ચંદ્રનો દક્ષિણી ધ્રુવ વિસ્તાર ૨૫૦૦ કિમી પહોળો અને ૮ કિમી ઉંડો છે. આ ભાગના સૌરમંડળના સૌથી જુના ઇમ્પેકટ ક્રેટર માનવામાં આવે છે.


આ ક્રેટર ગ્રહ કે ઉલ્કાપિંડ ટકરાવાથી બન્યા હોવાનું માનવામાં આવે છે. ચંદ્ર પરના સૌથી જૂના ક્રેટર વિશે સમજવું હોયતો દક્ષિણ ધુ્રવ પર યાન ઉતાર્યા વિના શકય નથી. ચંદ્રમાના દક્ષિણ ભાગમાં સૂર્યના કિરણો ક્ષિતિજથી થોડા ઉપર અથવા તો થોડા જ નીચે રહે છે, આવા કિસ્સામાં એ સમયે તાપમાન ૫૪ ડિગ્રી જેટલું રહે છે. ભારત ચંદ્વયાન-૩ અને ચંદ્રયાન -૪ પછી  વર્ષ ૨૦૨૬માં જાપાન સાથે મળીને જોઇન્ટ પોલર એકસપ્લોરેશન મિશન પર કામ કરવાનું છે તેનો હેતું ચંદ્રના ડાર્કનેસ ધરાવતા ભાગો અંગેની જાણકારી મેળવવાનો છે.


૨૦૦૮માં ભારતનું પ્રથમ ચંદ્રયાન-૧ દુનિયામાં પ્રથમ લૂનાર મિશન હતું જેને ચંદ્રમા પર પાણીની શોધ કરી હતી. ચંદ્રનું ગુરુત્વાકર્ષણ બળ ઓછું હોવાથી વાતાવરણ જોવા મળતું નથી. આથી પાણી ઘન સ્વરુપમાં હોઇ શકે છે. દુનિયાની અંતરિક્ષ એજન્સીઓ પોતાના વૈજ્ઞાનિકોને ચંદ્ર પર મોકલવા ઇચ્છે છે પરંતુ ચંદ્ર પર રહેવું હોયતો પાણીનો જથ્થો હોવો જરુરી છે. પૃથ્વી પરથી ૧ લિટર પાણીનો જથ્થો લઇ જવામાં ૧ મીલિયન ડોલરનો ખર્ચ થાય છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application