કેન્દ્ર સરકારે મણિપુરમાં ઘૂસણખોરોને રોકવા માટે ભારત અને મ્યાનમાર વચ્ચેની 1610 કિલોમીટર લાંબી સરહદને સીલ કરવાનો નિર્ણય લીધો છે. સરકાર સરહદ પર ભારે ફેન્સીંગ પણ લગાવશે, જેની શરુઆત થઈ ચૂકી છે. આ સિવાય સીઆઆરપીએફની 2 બટાલિયનને પણ કાયમી ધોરણે મણિપુરમાં તહેનાત કરવામાં આવશે. જ્યારે કેન્દ્રીય અર્ધલશ્કરી દળોના 20,000 જવાનોને તહેનાત કરવામાં આવ્યા છે.
કેન્દ્રીય ગૃહ મંત્રાલયના એક અધિકારીના જણાવ્યા અનુસાર, મોદી સરકાર 100 દિવસમાં મણિપુરની સ્થિતિને સંભાળવા માટે પૂરી કોશિશ કરી રહી છે. સરકારે મ્યાનમાર સરહદ પર ફ્રી મૂવમેન્ટ સિસ્ટમ(FMR)ને નાબૂદ કરી દીધી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મણિપુરની સુરક્ષાને લઈને નિયમિત સમીક્ષા કરી રહ્યા છે, અને જરૂરી કાર્યવાહી સુનિશ્ચિત કરી રહ્યા છે. મણિપુરમાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સની બે બટાલિયન તહેનાત કરવામાં આવી છે. આ સિવાય કેન્દ્રીય પોલીસ દળોની લગભગ 200 કંપનીઓ તહેનાત કરવામાં આવી છે. ત્યાંના લોકોનો CRPF પર વિશ્વાસ વધ્યો છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500