વાપી તાલુકાનાં બલીઠા ગામે ભાડેના મકાનમાં રહેતા પરિવારની માં-દિકરીને રૂમના ભાડા બાબતે ઝઘડો કરી માથામાં લાકડાના ફટકા મારી ગંભીર ઈજા પહોંચાડી હતી. ઘટના બાદ રૂમ માલિક બાપ-દિકરા સામે વાપી ટાઉન પોલીસે ફોજદારી નોંધાઈ હતી. મળતી માહિતી મુજબ, બલીઠા ગામે વીજ કંપનીની કચેરી પાછળ એક રૂમમાં ભાડેથી રહેતા મૂળ બોટાદનાં ગઢડાનાં વતની એવા જયાબેન સુરેશભાઈ શેખલીયા કપડા વેચવા ફેરીએ ગયા હતા ત્યાં તેમના દિકરાનો ફોન આવ્યો હતો કે, નટુભાઈ જાધવભાઈ સાથળીયા અને તેનો છોકરો દિપક નટુભાઈ સાથળીયા રૂમનું ભાડુ રૂપિયા ૪૦૦૦ની માંગણી કરી ઝઘડો કરી રહ્યા હતા.
આ સમયે જયાબેન ઘરે આવી આ ઝઘડા અંગે નટુભાઈના ઘરે વાત કરવા જતા હતા. ત્યારે રસ્તામાં દિપક નટુ સાથળીયા મળી ગયા હતા. તેણે તમે અમારા ઘરે શા માટે આવો છો કહીને ઝઘડો કર્યો હતો. આ સાથે જ ઉશ્કેરાઈને તેના હાથમાં ધારણ કરેલ લાકડાનો ધોકોથી જયાબેના માથાના ભાગે ફટકો મારી દીધો હતો. જેને કારણે મહિલાના માથામાંથી લોહિ નિકળવા લાગ્યું હતુ. આ દ્રશ્ય જોઈને તેની દિકરી સુનિતા બચાવવા માટે દોડી આવતા દિપકે તેને પણ માથામાં લાકડાના ધોકાથી ફટકો મારી લોહિ લુહાણ કરી નાખી હતી. બંને ઘવાયેલી માં-દિકરીને પ્રથમ ચલા સરકારી દવાખાને પ્રાથમિક સારવાર અપાવી પારડી મોહન દયાળ હોસ્પિટલમાં લઈ જવાયા હતા. આ ઘટના અંગે જયાબેન સુરેશભાઈ શેખલીયાની વાપી ટાઉન પોલીસે ફરિયાદ લઈ નટુ જાધવ સાથળીયા તથા દિપક નટુ સાથળીયા સામે ગુનો નોંધાયો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application