ભરૂચ શહેરના ખાદ્ય તેલના વેપારી ઉપર બે મહિનામાં બીજીવાર અજાણ્યા ઈસમોએ ચપ્પુ વડે હુમલો થતાં પંથકમાં ચકચાર મચી હતી. જોકે વેપારીને ઈજા પહોંચતા તેને તાત્કાલીક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે વેપારીએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. મળતી માહિતી મુજબ, ભરૂચના સીંધુ નગર ખાતે રહેતા મોહિત ભોજવાની (ઉ.વ.27) જેઓ ધોળીકુઈ વિસ્તારમાં ખાદ્ય તેલનો વેપાર કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે.
જોકે ગત તા.28મી નારોજ મોબાઈલની ડિસ્પેની ખરીદી કરવા માટે અમરદીપ કોમ્પ્લેક્ષમાં ગયા હતા. તે સમયે બે અજાણ્યા ઈસમો તેઓ પાસે આવ્યાં હતા અને વેપારી કઈ સમજે તે પહેલા ચપ્પુ કાઢી વેપારીના શરીર ઉપર ચપ્પુના ઘા ઝીકી દીધા હતા અને ત્યારબાદ હુમલાખોરો ફરાર થઈ ગયા હતા.
જોકે વેપારીને ઈજા પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે પ્રથમ ખાનગી હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે વેપારીએ એ ડીવીઝન પોલીસ મથકે ફરીઉઅફ આપી હતી. વધુમાં ઉલ્લેખનીય છે કે, વેપારી પર ગત તા.31 ઓગસ્ટના રોજ પણ નર્મદા માર્કેટ ખાતે હુમલો કરાયો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500