Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Arrest : ચોરીની બાઈક સાથે બે ઈસમો ઝડપાતા કાર્યવાહી કરાઈ

  • March 15, 2023 

ભરૂચની મનુબર ચોકડી પાસે બ્રીજ નીચેથી ચોરી થયેલી બાઈક સાથે એસ.ઓ.જી.એ બે બાઈક ઈસમોને ઝડપી પાડ્યા હતા. મળતી માહિતી મુજબ, ભરૂચ શહેરનાં આલી પાંજરાપોળ વિસ્તારમાં આવેલ તાયવાડ સ્થિત સત્કાર સોસાયટીમાં રહેતા રફીઉલમહેંદી ઇકબાલ હુસેન ભોલાએ ગત તા.4/7/22નાં રોજ પોતાની બાઈક નંબર GJ/16/CF/1170 લઇ દહેજ ખાતે કંપનીમાં જવા નીકળ્યા હતા. જેઓએ પોતાની બાઈક ભરૂચની મનુબર ચોકડી પાસે બ્રીજ નીચે પાર્ક કરી હતી. તે દરમિયાન વાહન ચોરો તેઓની રૂપિયા 40 હજારની બાઇકની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. જોકે બાઈક ચોરી અંગે બી ડીવીઝન પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાઈ હતી.








તે દરમિયાન ભરૂચ એસ.ઓ.જી.એ મનુબર ચોકડી પાસેથી ચોરીની બાઈક સાથે બે ઈસમોની અટકાયત કરી તેઓની પુછપરછ કરતા તેઓએ સંતોષકારક જવાબ નહીં આપતા પોલીસે પોકેટકોર્પ મોબાઈલ એપની મદદથી તપાસ કરતા આ બાઈક ચોરીની હોવાનું સામે આવ્યું હતું. પોલીસે મનુબર રોડ ઉપર આવેલી મોહંમદી પાર્કમાં રહેતો એજાજ ઉર્ફે મામા મોહમદ ઈબ્રાહીમ પટેલ અને સાજીદ ઈબ્રાહીમ પટેલને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application