Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

અંકલેશ્વરનાં સારંગપુર ગામે લોકોનાં જીવ જોખમમાં મૂકી સારવાર કરતાં બે બોગસ તબીબ ઝડપાયા

  • July 30, 2023 

અંકલેશ્વરમાં આવેલા સારંગપુર ગામથી મેડિકલ ડિગ્રી વગર લોકોનાં જીવ જોખમમાં મૂકીને સારવાર કરતા બે બોગસ તબીબને અંકલેશ્વર GIDC પોલીસે ઝડપી પાડ્યા હતાં. આમ, પોલીસે ઝડપાયેલ બંને પાસેથી મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, અંકલેશ્વરમાં અનેક વિસ્તારોમાં મજૂરી કામ અર્થે આવતા પરપ્રાંતીયઓ વસવાટ કરે છે. જેથી આ વિસ્તારોમાં સસ્તી દવાઓ આપી ગુજરાત મેડીકલ કાઉન્સિલ અને ઇન્ડિયન મેડિકલ કાઉન્સિલની કોઈ પણ માન્યતા વગર મેડિકલ ‌ડિગ્રી વગરના નકલી ડોક્ટર્સનો જમાવડો જોવા મળતો હોય છે.



આ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી કોઈપણ પ્રકારની ડિગ્રી વગર જ તબીબી પ્રેક્ટિસ માટે દવાખાના ચલાવતા ડૉક્ટરોનો રાફડો ફાટ્યો હોવાની જાણ અંકલેશ્વર GIDC પોલીસના સ્ટાફને થઈ હતી. જેથી ટીમે અંકલેશ્વરના સારંગપુર ગામના લક્ષ્મણ નગર વિસ્તારમાં ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતાં ક્રિષ્ના સંતુ મુરારી અને તુષાર શ્યામપદ રોય નામના બે બોગસ તબીબને ઝડપી પાડ્યા છે. પોલીસે બંને બોગસ તબીબ પાસેથી રૂપિયા 6,537/-નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application