ભરૂચ શહેરનાં લીંક રોડ પર ગતરોજ સવારનાં 11 વાગ્યાના અરસામાં હાઇવાની ટકકરે સાયકલ સવાર સિકયુરીટીનું કરૂણ મોત નીપજયું હતું. હાઇવાના તોતિંગ પૈંડા ફરી વળતાં મૃતકના શરીરનાં કુડચા બોલી ગયા હતાં અને રસ્તા પર શરીરનાં અંગોના ટુકડા વેરણ છેરણ થઇ ગયાં હતાં. અકસ્માત બાદ અન્ય એક ટ્રક લીંક રોડ પરથી પસાર થતી હતી તે સમયે સ્થાનિકોએ ટ્રકને અટકાવી ચકકાજામ કરી દીધો હતો. મળતી માહિતી મુજબ, નામ જેઠાભાઇ નરોત્તમ વસાવા હોવાનું તથા તે ભોલાવ વિસ્તારમાં તેમની પત્ની સાથે રહેતાં હોવાનું બહાર આવ્યું હતું. તેઓ દહેજ બાયપાસ રોડ પર આવેલી વી.ડી. ટાઉનશીપમાં સિકયુરીટી ગાર્ડ તરીકે ફરજ બજાવે છે. જોકે અકસ્માતમાં તેમનું મોત નિપજ્યું હતું. અકસ્માત સર્જનાર ડમ્પર ચાલક ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો હતો. જોકે વાહન ચાલક વિરૂદ્ધ ગુનો નોંધાતા આગળની તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application