Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ભુજ-પુણે એક્સપ્રેસ ટ્રેનમાં સવાર બે મુસાફરોનાં મોબાઈલ ચોરી થતાં ફરિયાદ

  • January 07, 2023 

ભરૂચનાં નંદેલાવ ગામનાં પેરેડાઇઝ પ્લાઝામાં રહેતા મુર્તુઝા તૈયબ ચાકલીપાવાલાની માસી સારા સિરાજ સાઇકલવાલા ગત તા.4નાં રોજ વડોદરા રેલ્વે સ્ટેશનથી ભુજ-પુણે એક્સપ્રેસ ટ્રેનમાં સવાર થઇ પુણે ખાતે જતા હતા. તે દરમિયાન વડોદરાથી સુરત વચ્ચે ભરૂચ રેલ્વે પોલીસના હદ વિસ્તારમાં તેઓ ચાલુ ટ્રેનમાં પોતાની સીટ ઉપર મોબાઈલ ફોન મૂકી સુઈ ગયા હતા તે સમયે અજાણ્યા ઈસમો મહિલા મુસાફરનો 12 હજારના ફોનની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.




જયારે આવી જ ભરૂચનાં વેજલપુર વાણીપાવા ખાતે રહેતા ઉમેશકુમાર શાહના સંબંધી મનીષ રમણલાલ શાહ આણંદ રેલ્વે સ્ટેશનથી ભુજ-પુણે એક્સપ્રેસ ટ્રેનમાં સવાર થઇ મુંબઈના ભીવંડી ખાતે જતા હતા. તે દરમિયાન ચાલુ ટ્રેનમાં તેઓ પોતાનો ફોન સીટ ઉપર મૂકી સુઈ ગયા હતા તે સમયે અજાણ્યા ઈસમો તેઓનો રૂપિયા 12 હજારનાં ફોનની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. જોકે બંને મોબાઈલ ફોનની ચોરી અંગે ભરૂચ રેલ્વે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application