Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Complaint : ખેતરમાંથી પાણી ખેંચવાની મોટર અને વાયરની ચોરી થતાં પોલીસ ફરિયાદ

  • January 10, 2023 

ભરૂચનાં નેત્રંગ તાલુકાનાં ઝરણા કાંટીપાડા ગામની શાળા અને એક ખેતરમાંથી પાણી ખેંચવાની મોટર અને વાયરોની ચોરી થઇ છે. જોકે નેત્રંગ અને વાલિયા તાલુકામાં છેલ્લા ઘણા સમયથી મોટરો તથા કેબલોની ચોરી કરતી ટોળકી સક્રિય બનતાં લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહયો છે. બનાવની વિગત એવી છે કે, ઝરણા કાંટીપાડા સીમમાં જંગલખાતા જમીન આવેલ છે જેમાં સિંચાઇ માટે રાખેલી પાણીની સબર્શીબલ મોટર, સ્ટાર્ટર, પાઇપ તેમજ 135 મીટર વાયરની ચોરી કરી તસ્કરો ફરાર થઇ ગયાં હતાં અને ચોરીની જાણ થતાં શુકલ વસાવાએ નેત્રંગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ચોરીના અન્ય બનાવમાં તસ્કરોએ ગામની શાળાને નિશાન બનાવી હતી.




જયારે શનિવારની સવારે શાળા ખોલતા મોટરની સેફ્ટી માટે બનાવેલ કુંડી તૂટેલી નજરે પડી હતી. જેના પગલે તપાસ કરતા મોટરનો પાઇપ બહાર પડેલો હતો તેમજ પાણીની દોઢ હોર્સ પાવરની મોટર અને 150 ફુટ વાયર ગાયબ જણાયો હતો. બનાવ અંગે શાળાનાં મુખ્ય શિક્ષકે નેત્રંગ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે. નેત્રંગ તાલુકામાં પાણી માટે અન્ય કોઇ સ્ત્રોત નહિ હોવાથી પાણી માટે બોર કરવામાં આવે છે પણ તસ્કરો બોરમાં લગાવેલી મોટરો અને પાઇપોની ચોરી કરી જતાં હોય છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News